તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:દાહોદ જિલ્લામાં 31 ડિસે.ની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • લોકો એકત્રિત થાય છે તે સ્થળે બંદોબસ્ત

દાહોદમાં કોરોના સંક્રમણ પુન: વ્યાપ્ત બન્યું છે ત્યારે વધુ લોકો એકઠા ના થાય અને જે તે નિયમોનું પાલન કરે તે માટે દાહોદ વહીવટી તંત્ર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે.

31 ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે કોવિડ -૧૯ ની ગાઇડલાઇન અનુસાર જે તે જાહેર કાર્યક્રમની ઉજવણી કરી શકાશે નહી . જાહેર સ્થળોએ ચારથી વધુ વ્યક્તિ ભેગા થઈ શકશે નહી. જાહેર સ્થળોએ સભા, રેલી કે સરઘસ કરી શકાશે નહી. મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતાં હોય તેવા જાહેર સ્થળોએ પોલીસ દળ તહેનાત રહેશે. સ્ટેશન રોડ, રેલ્વે ઓવરબ્રિજ, એમ.જી.રોડ, નગરપાલિકા ચોક, ઝાલોદ બાયપાસ અને અન્ય જાહેર જગ્યાઓએ ઉજવણી માટે ભેગા થવું નહીં.

કોઈ પણ ક્ષયકારી પદાર્થ અને સ્ફોટક પદાર્થ સાથે લઈને ફરવું નહીં તેમ જણાવાયુ છે. આ માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરનાર વ્યકિત The Disaster Management Act , 2005 તેમજ The Indian Penal Code,1860 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો