ભાસ્કર વિશેષ:દાહોદમાં 25, 27 જાન્યુઆરીએ તાલુકા-જિલ્લા કક્ષાએ અંગત પ્રશ્નોનું નિરાકરણ લાવવા કાર્યક્રમ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારે આગામી તા. 10 જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે

દાહોદ જિલ્લામાં આગામી તા. 25 જાન્યુઆરી- મંગળવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તા. 27 જાન્યુઆરી ગરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ માટે અરજદારે અરજી આગામી તા. 10 જાન્યુઆરી સુધીમાં કરવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત કે અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની અરજી એક જ પ્રશ્ન સંબધિત અમલીકરણ અધિકારીને ઓછામાં ઓછી ત્રણ વાર કરેલી અરજીની નકલ સાથે સંબધિત મામલતદારની કચેરીને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજીનાં મથાળે લખી અરજી તા. 10 જાન્યુઆરી સુધીમાં મોકલી આપવાની રહેશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત – અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર અને સંપૂર્ણ સરનામા સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સાથે સંબધિત અમલીકરણ અધિકારીને ત્રણ નકલ સાથે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ મથાળા સાથે અરજી તા. 10 જાન્યુઆરી સુધીમાં મોકલી આપવાની રહેશે.

તાલુકા કાર્યક્રમમાં જિલ્લાના વર્ગ 1 નાં અધિકારીઓ હાજર રહી નાગરિકોના પ્રશ્નોનું રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.જેમાં કલેક્ટર ફતેપુરામાં, જિલ્લા વિકાસ અધિકારી ધાનપુરમાં, પોલીસ અધિક્ષક સંજેલીમાં, લીમખેડાના મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સીંગવડમાં, પ્રાયોજનાં વહીવટદાર દેવગઢ બારીયામાં, ડીઆરડીએ નિયામક ઝાલોદમાં, જિલ્લા આયોજન અધિકારી દાહોદમાં, દાહોદનાં નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ગરબાડામાં, દેવગઢ બારીયાનાં નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી લીમખેડામાં ઉપસ્થિત રહેશે.

આ માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેવા મથાળા હેઠળ સંબધિત ગામનાં તલાટી-મંત્રીને સંબોધીને 1 થી 10 તારીખ સુધીમાં આપવાની રહેશે. નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોરે માહિતી આપી છે.

અન્ય સમાચારો પણ છે...