વિરોધ:ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિ.માં સમાવવાના વિરોધમાં કાળીપટ્ટી સાથે અધ્યાપકોનો વિરોધ

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાનગી યુનિ. એકટ પ્રમાણે રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિ.માં સમાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જે કોલેજ સરકારના અનુદાનથી ચાલી રહી છે તે ગ્રાન્ટેડ કોલેજોને શા માટે ખાનગી યુનિ.ના હવાલે કરવી જોઈએ કે નહીં તે પ્રશ્ન દરેક શિક્ષણ હિતેચ્છુને સતાવી રહ્યો છે. ખાનગી યુનિ. એક્ટમાં જે 2011માં જે સુધારો કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગ્રાન્ટેડ કોલેજો ને ખાનગી યુનિ.માં સમાવી શકાય નહિ તે ચાલુ રાખવા અને વર્તમાન ખાનગી યુનિવર્સિટી એક્ટ 2021ને રદ કરવા માટે ગુજરાતના અધ્યાપકો ગાંધીચિંધ્યા માર્ગે કાળી પટ્ટી ધારણ કરી પોતાનો અવાજ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે.

તે અનુસંધાને દાહોદની નવજીવન સાયન્સ કોલેજ અને નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપકો દ્ધારા પણ કાળી પટ્ટી ધારણ કરીને શૈક્ષણિક કાર્ય કરીને ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિ.માં સમાવવાની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.