કાર્યવાહી:ઉધાવળામાં ઘરમાંથી દારૂ મળતાં એક સામે કાર્યવાહી

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો, પ્રોહિબિશનનો મુદ્દામાલ કબ્જે કર્યો

ઉધાવળા ગામના ખેડા ફળીયામાં રહેતો નટવર બાબુ પટેલ પોતાના ઘરે ઇગ્લીશ દારૂ રાખી છુટક વેચાણ કરતો હોવાની બાતમી પી.એસ.આઇ. એન.જે.પંચાલને મળી હતી. જેના આધારે રેઇડ કરતાં પોલીસને જોઇ નટવર પટેલ ઘર ખુલ્લુ મુકી ભાગી ગયો હતો. ખુલ્લા ઘરમાં તપાસ કરતાં એક રૂમના ખુણામાંથી રોયલ સીલેક્ટ ડીલેક્ષ વિસ્કી 750 એમએલના પ્લાસ્ટીકના હોલ નંગ 12 જેની કિંમત 5280, રોયલ સીલેક્ટ ડીલેક્ષ વિસ્કીના 180 એમએલના પ્લાસ્ટીકના ક્વાટર નંગ 144 જેની કિંમત 14,400 તથા માઉન્ટ સુપર સ્ટ્રોગ બીયર ટીન 500 એમએલના નંગ 48 જેની કિમત 5,520ની મળી કુલ નાની મોટી બોટલ નંગ 204 જેની કુલ કિંમત 25,200નો પ્રોહી મુદ્દામાલ કબ્જે લઇ રેઇડ દરમિયાન હાજર નહી મળેલા નટવર બાબુ પટેલ વિરૂદ્ધ દે.બારિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...