કાર્યવાહી:દાહોદ તાલુકામાં જાહેરમાં ટોળે વળેલા14 લોકો સામે કાર્યવાહી

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય નહી તે માટે કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતી જળવાય તે માટે જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરમાં છ ફુટ સોશીયલ ડીસ્ટસ્ટીંગનું પાલન કરવા બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં છ ફુટ સોશીયલ ડીસ્ટસીંગું પાલન નહી કરી જાહેરમાં ટોળે વળી બેઠેલા રાબડાલના દિનેશભાઇ રામપાલ ચોપદાર, પાવડીના જગદીશ જાલમ મેડા, ચોલાનો મનીષ રામસિંગ ડામોર તેમજ ગલાલીયાવાડમાં સિમલીયા ખુર્દના અનેશ માજુ અમલીયાર, વિકાશ રેશા અમલીયાર, દાહોદના લાલા કાલુ આહીર અને ઝાલોદ રોડના રમેશ રામુ સાંસી, છાપરીના આકાશ માધુ સિસોદીયાની તેમજ બાઇક ઉપર ત્રણ સવારી આવતાં ચાકલીયા રોડના વિશાલ મોહલ કટારા, ગૌશાળા પાસેના અલ્કેશ બાબુ ગરાસીયા, હરીજનવાસના રૂસાન ભરત પીઠાયા, વરમખેડા અનીલ ખીમચંદ પરમાર અને બીજા બે વ્યક્તિઓ, તેમજ ઘાંચીવાડા કસ્બામાં રહેતા અસરફ સત્તાર ડાભીયાલ પોતાની રિક્ષામાં તથા મોહમંદ જુનેદ ઇસ્માઇલ પટેલ તેના ટેમ્પોમાં ત્રણ કરતા વધુ પેસેન્જરોને બેસાડી જતાં તેની પણ ધરપકડ કરી આ તમામ 14 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. તેમજ જિ. ટ્રાફિક પોલીસે પણ સ્ટેશન રોડ પર 6 ચાલકોને વિવિધ કારણે રૂા.3500 દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...