સભા:વડાપ્રધાન આજે દાહોદમાં સભા સંબોધશે, મોદીની સભામાં હાજર રહેનારા 200નો કોરોના રિપોર્ટ કરાવાયો

દાહોદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

દાહોદમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા કરવાના છે. ત્યારે અંદાજે 200 જેટલા આગેવાનો-કાર્યકરો વડાપ્રધાનની મોદીની નજીક હાજર રહેવાના છે. જેથી તકેદારીના ભાગરૂપે આ તમામ લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એકપણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

મોદીની સભામાં ઝાલોદ, દાહોદ અને દેવગઢ બારિયામાંથી આવનારા આગેવાનો અને કાર્યકરો સ્ટેજ પર સાથે બેસવાના છે તેમજ હેલિપેડ ખાતે તેમના સ્વાગત માટે પણ જવાના છે. જેથી આ સમારોહમાં મોદીની નજીક રહેનારા 200 આગેવાનો-કાર્યકરોનો તકેદારીના ભાગરૂપે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જ્યારે સંજેલીની એક મહિલાએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...