રજૂઆત:દાહોદ પાલિકાની સભાને એક જ મિનિટમાં પૂર્ણ ન કરી કામોની ચર્ચા કરવા રજૂઆત

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ પક્ષના ઉપનેતાની કલેક્ટર સહિતનાને લેખિત રજૂઆત

દાહોદ નગર પાલિકાની 22મી તારીખે સામાન્ય સભા યોજાવાની છે ત્યારે વિરોધ પક્ષના ઉપનેતાએ આ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવનાર વધારાના કામોની વિગત વાર ચર્ચા કરવા તેમજ પાટલી થપથપાવીને એક જ મિનિટમાં સભા પૂર્ણ ન કરવા માટે કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

દાહોદ નગર પાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા 22મી તારીખે સોમવારના રોજ બપોરના 12 વાગ્યે દાહોદ નગર પાલિકાના સભાગૃહમાં રાખવામાં આવી છે. ત્યારે દાહોદ નગર પાલિકાના વિપક્ષના ઉપનેતા લક્ષ્મીબેન ભાટે સામાન્ય સભામાં એજન્ડાના તેમજ અઘ્યક્ષ સ્થાનેથી જે વધારાના કામો રજૂ કરવા આવનારા છે તે કામોની ચર્ચા વિગતવાર કરવામાં આવે તેવી રજૂઆત કરતી લેખિત અરજી કલેક્ટર સહિતના અધિકારીઓને આપી છે.

આ સાથે અરજીમાં જણાવાયુ છે કે, જો પાટલી થપથપાવીને બધા કામો મંજૂર કરવામાં આવશે અને લોકશાહી ઢબે ચાલતી આ સંસ્થાની યોજાનાર ત્રિમાસીક સામાન્ય સભાને એકજ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવશે તો તે લોકશાહીની હત્યા સમાન ગણાશે. જેથી આ પ્રકારે જો સભા પૂર્ણ કરાશે તો પહેલેથી જ સખત વાંધો ગણીને તે વિરોધને મીનીટ્સ બુકમાં નોંધવાનું પણ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...