તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Preparations For Unlock In Railways, Decision After June 10 69 Trains That Were Closed Till The End Of June Will Be Resumed

નિર્ણય:રેલવેમાં અનલોકની તૈયારી, 10 જૂન પછી નિર્ણય જૂનના અંત સુધી બંધ રહેલી 69 ટ્રેનો પુન: શરૂ થશે

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ખરાબ સ્થિતિ નિર્ણયમાં વિલંબનું કારણ
  • દાહોદથી ઉપડતી 6માંથી 2 જ ટ્રેનો ચાલુ
  • રેલવે સ્ટાફ હાલ પણ સંક્રમણના સકંજામાં

કોવિડ કાબૂમાં આવ્યા બાદ જિલ્લામાં ભલે 4 જૂનથી વધુ છૂટછાટની આશા બંધાઇ છે પણ રેલવેની બંધ થયેલી 69 ટ્રેનો જૂનના અંત સુધી જ શરૂ થશે. તેનું સૌથી મોટુ કારણ દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોરોના સંક્રમણની સ્થિતિ હાલ પણ ખરાબ હોવાનું છે. બીજી તરફ રેલવે સ્ટાફ હાલમાં પણ સંક્રમણના સકંજામાં ફસાયેલું છે. છેલ્લા બે માસથી રતલામ મંડળમાં તબક્કાવાર ટ્રેનો સાથે સેક્શન પણ બંધ કરાઇ રહ્યા છે. રેલવેએ જોકે, અનલોકની તૈયારી શરૂ કરી દીધી છે. આશા છે કે 10 જૂન બાદ ધીમે-ધીમે મંડળથી જ સંચાલિત થતી તેમજ પસાર થનારી ટ્રેનોને રેલવે મુખ્યાલય લીલીઝંડી આપી શકે છે.

વર્તમાનમાં માત્ર 30 ટકા ટ્રેનો જ ચાલી રહી છે અને તેને પણ 20થી 21 ટકા મુસાફરો મુશ્કેલીથી મળી રહ્યા છે. દાહોદ શહેરમાંથી આમ તો છ ટ્રેનો ઉપડતી હતી. જોકે, કોવિડને કારણે વલસાડ ઇન્ટરસિટી તો શરૂઆતથી જ બંધ કરાયેલી છે. હાલમાં પરોઢે 6.10 વાગ્યે વડોદરા જતી મેમુ, સાંજે 5.25 વાગ્યે રતલામ જતી મેમુ જ ચાલુ રાખવામાં આવી છે. બાકી વડોદરા અને રતલામ જતી અન્મુય મેમુ અને ડેમુ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે.

સેક્શનમાં મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાવા પામ્યો

રેલવે ખંડએપ્રિલની સ્થિતિમેની સ્થિતિ
રતલામ-ભોપાલ30થી 35%18થી 20%
ભોપાલ-રતલામ25થી 30%15થી 18%
દિલ્હી-મુંબઇ20થી 22%15થી 18%
મુંબઇ-દિલ્હી25થી 28%20થી 21%
ઇન્દૌર, દેવાસ અને30થી 25થી18 ટકા
ઉજ્જૈન,મક્સી‌વધારેઆશરે

​​​​​​​

આદેશ મળતાં જ ટ્રેનો શરૂ કરાશે
અત્યારે ટ્રેનો ચલાવવાનો કોઇ આદેશ આવ્યો નથી. ગણતરીની ટ્રેનો જ ચાલી રહી છે. બંધ ટ્રેનોને ચલાવવાનો નિર્ણય પણ હેડક્વાર્ટર જ લેશે. ઓર્ડર મળતાં જ ટ્રેનો શરૂ કરાશે.-વિનીત ગુપ્તા, ડીઆરએમ, રતલામ મંડળ

બે માસમાં રૂપિયા18 કરોડનું નુકસાન
મુસાફર ટ્રેનો સાથે માલગાડિયોની સંખ્યા ઘટવા સાથે મંડળમાં પાર્સલ બુકિંગ બંધ થવા સહિત અન્ય કારણોથી રેલવેને બે માસમાં અત્યાર સુધી 18 કરોડનું નુકસાન થઇ ચૂક્યુ છે. ડેવલપમેન્ટના પ્રોજેક્ટ રોકાયેલા પડ્યા છે. રેલવે વહેલી તકે ટ્રેનો અને તેમાં પણ માલગાડિયો દોડાવવા ઉપર ફોકસ કરી રહ્યું છે.

માત્ર 30 ટકા ટ્રેનો જ દોડાવવામાં આવી રહી છે
એપ્રિલ-મે 2020માં આવેલી પહેલી લહેર પૂર્વે 128 મુસાફર ટ્રેનો દોડતી હતી. બે માસના લોકડાઉનમાં તમામ બંધ કરી દેવાઇ હતી. ત્યાર બાદ જૂનથી ફેબ્રુ. સુધી 9 માસમાં પણ રેલવે 78 ટકા એટલે કે, માત્ર 99 ટ્રેનો જ શરૂ કરી શક્યુ હતું ત્યાં ફરી લોકડાઉન શરૂ થયુ હતું. હાલમાં જે ટ્રેનો દોડી રહી છે તેમાં વધુ પડતી સમસ્તીપુર અને ભાગલપુર વાળી છે.

રતલામ - ફતેહાબાદ - ઇન્દોર સેક્શન 38 દિવસથી બંધ છે
રાજધાની રૂટ બાદ મંડળના પ્રમુખ રતલામ-ફતેહાબાદ-ઇન્દૌર સેક્શન 38 દિવસથી બંધ છે. એક સાથે 22 સ્ટેશન માસ્તર પોઝિટિવ આવ્યા બાદ રેલવેએ એક ટ્રેનને બંધ, 1ને ડાયવર્ટ કરીને સેક્શન 23 એપ્રિલે બંધ કર્યુ હતું. ત્યારથી માલગાડિયોનું સંચાલન પણ બંધ છે. દેવાસ-રનયલા જમસિય-મક્સી અને 21 મેથી ઉજ્જૈન-ચિંતામણ ગણેશ-ફતેહાબાદ સેક્શન પણ બંધ કરી દેવાયુ છે. રતલામ-નીમચ-ચંદેરિયા સેક્શનમાં સાપ્તાહિક માત્ર 3 ટ્રેનો ચાલે જ છે .

અન્ય સમાચારો પણ છે...