ભાસ્કર વિશેષ:પ્રતાપપુરા પંચાયતનું મકાન કોન્ટ્રાકટરના કામદારોને રહેવા માટે સોંપી દેવાતાં આશ્ચર્ય

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત જર્જરિત હોવાથી બંધ રાખે છે : પ્રતાપપુરા પંચાયતનો રેકર્ડ કોટા પંચાયતમાં મૂકેલો છે

સંજેલી તાલુકાની પ્રતાપપુરા ગ્રામ પંચાયતના ભવનમાં નલ સે જલ યોજના હેઠળ કામ કરનાર કોન્ટ્રાકટરના મજુરોને રહેવા માટે અને માલ સામાન મુકવા માટે રાતો રાત જર્જરિત મનાતી ગ્રામ પંચાયતના ખંભાતી તાળા ખોલી રહેવા માટે સોંપી દેવામાં આવતા આશ્ચર્ય ફેલાયુ હતું. છેલ્લા ઘણા સમયથી આ ગ્રામ પંચાયતને ખંભાતી તાળું લટકાવવામાં આવ્યું હતું આ ગ્રામ પંચાયત વિસ્તારના જાતિ- આવકના દાખલા સહિત તમામ કામો અન્ય કોટા ગ્રામ પંચાયતમાં જ કરવામાં આવે છે.

ગ્રામજનોને ગામમાં પંચાયત હોવા છતાં પણ પાંચ કિમીનો ફેરો ખાઇને કોટા સુધી જવું પડે છે. લાંબા સમયથી બંધ આ પંચાયત ઘર કોન્ટ્રાક્ટર માટે ખોલી દઇને મજુરો તેમજ માલ સામાન મૂકી દેવામાં આવ્યો છે. જયારે બહાર ગામથી કમાણી માટે આવેલા કોન્ટ્રાક્ટર માટે લાખો રૃપિયાના ખર્ચે નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે પીવાના પાણી માટે નળ કનેક્શનના કામો માટે આવેલા કોન્ટ્રાકટરના મજુરો ને રહેવા માટે અને માલ સામાન મુકવા માટે પ્રતાપપુરા ગ્રામ પંચાયત સોંપી દેવાતાં ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...