કોંગ્રેસમાં જોડાયાં:પંચમહાલ કોંગ્રેસમાં પ્રભાતસિંહ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્ટી કહેશે તો કાલોલ કે ગોધરા બેઠક પર ચૂંટણી લડવા પૂર્વ સાંસદ તત્પર
  • કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને હવે 27 વર્ષ બાદ પુન: કોંગ્રેસમાં જોડાયાં

વિધાનસભા ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપમાં મોટું ભંગાણ પડયું છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ મંગળવારે ફાગવેલ પરિવર્તન યાત્રામાં કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ માજી સાંસદ પ્રભાતસિહને ખેસ પહેરાવી આવકાર્યા હતા.

પંચમહાલ ભાજપના કદાવર નેતા સાંસદ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રભાતસિંહે વર્ષ 2014ની લોકસભાની ચુંટણી જીત્યા બાદ પાર્ટીએ હાંસિયામાં મુકી દેતાં પક્ષ પ્રત્યે પ્રભાતસિંહ અવાર નવાર નારાજગી વ્યક્ત કરતાં હતા. આખરે વિધાનસભાની ચુંટણી પહેલા માજી સાંસદે ભાજપ સાથેનો છેડો ફાડીને કોગ્રેસમાં જોડાતાં રાજકીય ભુકંપ સર્જાયો હતો. પ્રભાતસિંહ મૂળ કોગ્રેસ પક્ષમાંથી ભાજપમાં આવ્યા હતા. તેઓ વર્ષ 1980-81 થી વર્ષ 2007 સુધીના 27 વર્ષના ગાળા દરમ્યાન પાંચ ટર્મ વિધાનસભાની ચુંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

જેમાં બે વાર કોગ્રેસ પક્ષમાંથી અને ત્રણ વાર ભાજપ પક્ષમાંથી ચૂંટાયા હતા. ભાજપની સરકારમાં બે વખત મંત્રી પદ પણ ભોગવ્યું હતું. વર્ષ 2009 અને વર્ષ 2014 ની લોકસભાની ચુંટણીમા બે વખત સાંસદ બન્યા હતા. વર્ષ 2019 બાદ કોઇ પણ ચુંટણીમાં ભાજપ પક્ષે ચુંટણીની ટીકીટ ના અાપતા ભાજપ પક્ષ સામે નારાજગી જાહેર કરી હતી. અાગામી વિધાનસભાની ચુંટણી માટે ભાજપ પક્ષની સેન્સ પ્રક્રીયામાં પ્રભાતસિંહે ગોધરા અને કાલોલની સીટ પરની ટીકીટની દાવેદારી કરી હતી. આ અંગે પંચમહાલ ભાજપના પ્રભારી રાજેશ પટેલે જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં પ્રદેશની સુચના મુજબ પગલા ભરવામાં આવશે.

મારી પુત્રવધૂને કાલોલમાંથી ટિકિટ મળવાની જ નથી

ગુજરાતમાં ભાજપનું શાસન જોતા મારો અાત્મા દુભાયો છે. હવે ગુજરાત અને પંચમહાલમાં કોગ્રેસની સીટ લાવવા કોગ્રેસમાં જોડાયો છું.પાર્ટી કહેશે તો ગોધરા કે કાલોલમાં બેઠક પર વિધાનસભાની ચુંટણી લડીશ. મારી પુત્રવધુને કાલોલમાંથી ટીકીટ મળવાની નથી. હું દિલથી જોડાયો છુ. પંચમહાલની બધી જ સીટો કોગ્રેસને જીતાડીશ. > પ્રભાતસિંહ ચાૈહાણ, પુર્વ સાંસદ

સસરાના કોગ્રેસમાં જવાથી ભાજપને કોઇ નુકસાન નહિ

મારા સસરા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે એ એમનો વ્યક્તિગત નિર્ણય છે. હું અને મારો પરિવાર ભાજપમાં જ રહેવાના છીએ. મારા સસરાના કોંગ્રેસમાં જવાથી ભાજપને કોઈ નુકસાન નહિ થાય. 2019માં લોકસભામાં અમારા વિસ્તારમાંથી 1 લાખની લીડ આપી હતી. > સુમનબેન ચૌહાણ, ધારાસભ્ય કાલોલ (પ્રભાતસિંહના પુત્રવધુ)
પતિ કોંગ્રેસમાં જતાં પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં

ઘોઘંબા તાલુકા પંચાયત ના પ્રમુખ અને પ્રભાતસિંહ ચૌહાણ ના પત્ની રાગેશ્વરી બેન રાઠવા ને પોતાના પતિ કોંગ્રેસ માં જોડાયા હોવાની જાણ થતાં ધ્રૂસકે ધ્રૂસકેે રડી પડ્યા હતા. પોતાના પતિ કોંગ્રેસ માં પ્રવેશ કરતાં પત્ની રગેશ્વરી બેને જણાવ્યું હતું કે મને આ બાબત ની બિલકુલ જાણ નથી.હું ભાજપ માં છું અને ભાજપ માં રહેવાની છું તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, જાંબુઘોડાના વડાપ્રધાનના કાર્યક્રમમાં હેલીપેડ પર પીએમને રિસિવ કરવામાં પ્રભાતસિંહનું નામ હતું.

અન્ય સમાચારો પણ છે...