ભાસ્કર વિશેષ:દાહોદ શહેરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા સતત પાંચ દિવસ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરાયું

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
10 નવેમ્બરથી ચાલી રહેલા સંગત સાલિહા સાહિબની ગુરુ નાનક જયંતીએ 19મી નવેમ્બરના રોજ પૂર્ણાહૂતિ કરાશે. - Divya Bhaskar
10 નવેમ્બરથી ચાલી રહેલા સંગત સાલિહા સાહિબની ગુરુ નાનક જયંતીએ 19મી નવેમ્બરના રોજ પૂર્ણાહૂતિ કરાશે.
  • 20મીએ આવનારી ગુરુ નાનક જયંતીની ઉજવણીના ભાગરૂપે આયોજન

દાહોદ શહેરમાં અમૃત વેલા ટ્રસ્ટ દ્વારા આગામી 20મી તારીખે ગુરુ નાનક જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગત 10 ઓક્ટોબર સંગત ચાલિહા સાહિબનું દરરોજ પરોઢે આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત અમૃત વેલા ટ્રસ્ટ અને સમસ્ત સિંધિ સમાજ દ્વારા સોમવારથી સતત 5 દિવસ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. 20મી નવેમ્બરે ઉજવવામાં આવનારી ગુરુ નાનક જયંતીની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરની ઝુલેલાલ સોસાયટી સ્થિત મંદિરે અમૃત વેલા ટ્રસ્ટ દ્વારા આયોજિત સંગત ચાલિહા સાહિબમાં પરોઢના 4 વાગ્યે ભેગા થઇને સિંધિ સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા પાઠ-કિર્તન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

તે અંતર્ગત અમૃત વેલા ટ્રસ્ટ અને સમસ્ત સિંધિ સમાજ દ્વારા સતત 5 દિવસ સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ બે દિવસ ગોદીરોડ ઝુલેલાલ સોસાયટી અને ત્યાર બાદ સિંધિ સોસાયટીથી પરોઢના 4:30 વાગ્યે પ્રભાત ફેરી કાઢવામાં આવશે. જે દાહોદ શહેરના તમામ સિંધિ સમાજના વિસ્તારોમાં ફરશે. આ પ્રભાત ફેરીમાં દાહોદ શહેરના સિંધિ સમાજના તમામ શ્રદ્ધાળુઓ જોડાશે. 10 નવેમ્બરથી ચાલી રહેલા સંગત સાલિહા સાહિબની ગુરુ નાનક જયંતીએ 19મી નવેમ્બરના રોજ પૂર્ણાહૂતિ કરવામાં આવશે. ગુરુ નાનક જયંતીની ઉજવણીને લઇને સિંધિ સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...