• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Possibility To Fill The Vacancies Of Teachers Waiting For New Recruitment Before The Camp In Dahod, Wrote A Letter To The Primary Teachers Union

ફેર બદલીના કેમ્પ યોજવાની પ્રબળ માગ:દાહોદમાં કેમ્પ પહેલાં જ નવી ભરતી થતાં રાહ જોઇને બેઠેલા શિક્ષકોની જગ્યા ભરાઈ જવાની શક્યતા, પ્રાથમિક શિક્ષક સંઘને પત્ર લખી રજૂઆત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવો શિક્ષક જગ્યા પસંદ કરશે તો જૂના શિક્ષક માટે જગ્યા કાયમ માટે જતી રહેશે
  • કોર્ટ મેટર છે માટે તાલુકા ફેરબદલીના કેમ્પ થયા નથી - શિક્ષણાધિકારી

દાહોદ જિલ્લામાં આગામી 13 જુલાઇથી પ્રાથમિક શિક્ષકોની ભરતી થવાની છે. બીજી તરફ કાયદાકીય કારણોસર તાલુકા ફેર બદલીના કેમ્પ કરી શકાય તેમ નથી. ત્યારે જો આ ભરતીમાં ખાલી જગ્યાઓ નવા ઉમેદવાર પસંદ કરી લેશે તો તાલુકા ફેર બદલી માંગનાર શિક્ષકો તે જગ્યાથી વંચિત રહેશે તે નિશ્ચિત લાગી રહ્યું છે. આવા કેમ્પ કરવા પ્રાથમિક શિક્ષક સંઘને પત્ર પણ લખ્યો છે પરંતુ આ કોર્ટ મેટર હોવાથી તે હાલમાં શક્ય લાગતું નથી.

જે શિક્ષકો બદલી ઇચ્છી રહ્યા છે તેમણે હાલ રાહ જોવી પડશે
દાહોદ જિલ્લામાં હાલમાં જ 67 જેટલા પ્રાથમિક શિક્ષકો નિવૃત્ત થયા છે.તદઉપરાંત 25 જેટલા શિક્ષકો પ્રતિ નિયુક્તિથી સીઆરસીમાં નિમણુક પામ્યા છે. જેથી આ તમામ જગ્યાઓ હાલ ખાલી છે. બીજી તરફ ઘણાં શિક્ષકો તાલુકા ફેર બદલી માટે રાહ જોઇને બેઠા છે તેવા સમયે શિક્ષકો દ્વારા જ આવા કેમ્પના વિષયમાં કોર્ટમાં કોઇ કારણોસર દાદ માંગવામાં આવતા હાલ આવા કેમ્પ થઇ શકે તેમ નથી.જેથી જે શિક્ષકો આવી ખાલી જગ્યાઓ પર જવા માંગતા હોય તેઓએ હાલ રાહ જોવી પડશે તેમ લાગી રહ્યુ છે.

નવો શિક્ષક જગ્યા પસંદ કરશે તો જૂના શિક્ષક માટે જગ્યા કાયમ માટે જતી રહેશે
​​​​​​​બીજી તરફ રાજ્ય સરકાર દ્રારા પ્રાથમિક શિક્ષકોની ભરતી શરુ કરી દેવામાં આવી છે.તારીખ 13 જુલાઇના રોજ પસંદગી પામેલા તમામ ઉમેદવારોને નિમણુક પત્રો પણ આપી દેવાના છે.દાહોદ જિલ્લામાં આવા 195 શિક્ષકોની ભરતી થવાની છે.જેથી નવા પસંદગી પામેલા પૈકી કોઇ પણ ઉમેદવાર હાલની ખાલી જગ્યાની પસંદગી કરશે અને મેરીટમાં આવતા તેને તે જગ્યા મળી જશે તો જૂનો શિક્ષક કે જે તે જગ્યા માટે અરજી કરીને રાહ જોઇને બેઠો હશે તે આ જગ્યાતી વંચિત રહી જશે.કારણ કે જો તાલુકા ફેર બદલી કેમ્પ યોજાઇ શક્યા હોત તો જ હાલ ફજ પરના શિક્ષકોને તેનો લાભ મળી શક્યો હોત.જેથી દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્ય સંઘને પત્ર પણ પાઠવ્યો છે પરંતુ તે હાલ શકય હોત તેમ જણાતુ નથી.

કોર્ટ મેટર છે માટે તાલુકા ફેરબદલીના કેમ્પ થયા નથી - શિક્ષણાધિકારી
​​​​​​​
દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યું હતું કે તાલુકા ફેર બદલીનું જાહેરનામુ પણ બહાર પાડી દેવાયું હતું. પરંતુ શિક્ષકોમાંથી જ કોર્ટ મેટર થયેલી હોવાથી હાલ કેમ્પ કરી શકાય તેમ નથી. જેથી નવા નિમણુક પામેલા ઉમેદવાર ખાલી જગ્યાઓ પૈકી પસંદગી કરશે તો તેમને અગ્રતાક્રમ મુજબ જે તે જગ્યાએ નિમણુક આપી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...