ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:દાહોદ જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 75.57 ટકા જેટલુ મતદાન થયું, સંજેલીમાં વ્હીલ ચેરની વ્યવસ્થા ન હોવાથી દિવ્યાંગોને હાલાકી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • જિલ્લામાં 226 મતદાન મથકો પર 8 લાખ મતદારો સરપંચ અને વોર્ડ સભ્યો ભાવિ નક્કી કરશે

દાહોદ જિલ્લામાં 324 ગ્રામપંચાયતની અને 3 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી એમ 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે યોજાઇ છે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 75.57 ટકા જેટલુ મતદાન થયું હતું. ચૂંટણીમાં સરપંચની બેઠકની સંખ્યા 324 અને વોર્ડના સભ્યોની સંખ્યા 2356 છે. જ્યારે મતદાન મથકોની સંખ્યા 980 અને સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 226 છે. આજે 8 લાખ 09 હજાર 563 મતદારો સરપંચ અને સભ્યોનું ભાવી નક્કી કરશે. આજે મતદાન પ્રક્રિયામાં સંજેલી ગ્રામ પંચાયતમા મુખ્ય પ્રાથમિક શાળાના મતદાન મથકમા દિવ્યાંગ મતદારે મતદાન કર્યુ હતું. જોકે, વ્હીલ ચેરની વ્યવસ્થા ન હોવાથી દિવ્યાંગોને હાલાકી વેઠવાવાનો વારો આવ્યો હતો. જ્યારે એક મહિલા મતદારે બે દિવસ પહેલાજ સીઝેરીયન કરાવી બાળકને જન્મ આપ્યો હોવા છતાંય સંજેલી પંચાયતમા મતદાન કર્યુ હતું.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

જિલ્લામાં અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 589 છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મત પેટીઓ સંખ્યા 1560 છે. ચૂંટણી અધિકારની સંખ્યા 72 અને મદદનીશ ચૂંટણી અધિકારીની સંખ્યા 72 છે. જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 8 લાખ 09 હજાર 563 છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 4 લાખ 03 હજાર 665 અને મહિલા મતદારોની સંખ્યા 4 લાખ 05 લાખ 891 છે. જિલ્લામાં કુલ 9 સ્થળોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...