તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન તપાસ:દાહોદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી પર નજર 4 બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ તૈનાત રહેશે

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મધ્ય પ્રદેશ રાજસ્થાનને જોડતી સરહદો ઉપર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું
 • દાહોદમાં 21 પોઇન્ટ નિયત કરાયા
 • 31 ડિસેમ્બરે ચાંપતા પોલીસ બંદોબસ્તની સ્કીમ બનાવાઇ

દાહોદ શહેર સહિત જિલ્લામાં અંગ્રેજી નવા વર્ષની ઉજવણીની જાહેરમાં કરવા ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં પણ જો કોઇ જાહેર સ્થળોએ ઉન્માદ કરતા જોવા મળશે તો તેમની સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

એસપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લઇને દાહોદ જિલ્લામાં જાહેરનામા અમલમાં છે અને જાહેર સ્થળો ઉપર ચારથી વધુ વ્યક્તિને એકત્ર થવા ઉપર કે સભાસરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના તમામ થાણાઓ દીઠ આવા સ્થળો ઓળખી કાઢવામાં આવ્યા છે અને ત્યાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સ્ટેશન રોડ, રેલવે ઓવર બ્રિજ, નગરપાલિકા ચોક, ઝાલોદ બાયપાસ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આથી તમામ નાગરિકો આ ઉજવણી ઘરે રહીને જ કરી તંત્રને સહકાર આપે તેવી અપીલ છે. દાહોદ પોલીસ તંત્ર દ્વારા છેલ્લા એક જ સપ્તાહમાં નશાબંધીના 50થી વધુ કેસો કરવામાં આવ્યો છે અને નશાખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 31 ડિસેમ્બરને ધ્યાને રાખીને દાહોદ શહેરમાં પોલીસ દ્વારા ચાર જેટલા બ્રેધ એનેલાઇઝર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. શહેરમાં 21 પોઇન્ટ નક્કી કરવા સાથે એલસીબી અને પેરોલ ફર્લોને પણ બંદોબસ્તમાં જોતરવામાં આવી છે. આ સાથે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને જોડતી દાહોદ જિલ્લાની બોર્ડર ઉપર પણ બુધવારની સવારથી વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો