તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસને બાનમા લીધી:ગરબાડાના વડવામા લૂંટની તપાસ કરવા ગયેલી પોલીસ પર ટોળાનો હુમલો

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિતના ટોળાએ તોડફોડ કરતા ફરિયાદ
  • વડવાના 15 લોકોના ટોળા સામે ગુનો દાખલ
  • ચાંદીની બે વિંટી, બાઇક મળી 31,000ની લૂંટ કરી હતી
  • બેફામ પથ્થરમારો કરતાં પોલીસના રિક્વિઝિટ વાહન સહિત 3 વાહનના કાચ ફુટ્યા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં જેસાવાડા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વડવા ગામે બનેલ લુંટના બનાવ સંદર્ભે તપાસ કરવા જતાં મહિલા સહિત પાંચ જેટલા માથાભારે ઈસમોએ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો જેવા કે, તીર કામઠા, લાકડી, ધારીયા જેવા મારક હથિયારો સાથે ઘસી આવી પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી પથ્થર મારતો કરતાં સરકારી વાહનો મળી કુલ ત્રણ વાહનોની તોડફોડ તેમજ પથ્થર મારામાં નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનું વાતાવરણ સર્જાયુ હતું. આ મામલે પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એ.એસ.આઈ. બલવીરસિંહ વસંતભાઈ તથા તેમની સાથે તેમના સ્ટાફના માણસો સરકારી ગાડીમાં સવાર થઈ વડવા ગામે કટારા ફળિયામાં લુંટના બનાવ સંબંધે ગામમાં રહેતાં કનેશભાઈ રામસીંગભાઈ કટારાના ઘરે તપાસ કરવા ગયાં હતાં.

આ દરમ્યાન રામસીંગભાઈ ભાવસીંગભાઈ કટારા, કલેશભાઈ રામસીંગભાઈ કટારા, રાજુભાઈ રામસિંગભાઈ કટારા, રમેશભાઈ મુળીયાભાઈ કટારા, રાજુભાઈની પત્નિ અને દિનેશભાઈ રામસિંગભાઈ કટારાનાઓ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે તીર કામઠા, લાકડીઓ, ધારીયા જેવા મારક હથિયારો સાથે કીકીયારીઓ કરી, ગાળો બોલી પોલીસ કર્મચારીઓ તરફ ઘસી આવ્યાં હતાં અને પથ્થર મારો તેમજ તીર કામઠામાંથી તીર મારો કરી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યા હતો. જેમાં એક પોલીસ કર્મચારી અજયભાઈને ડાબા હાથે તીર પણ વાગ્યું હતું અને ઈજા પહોંચી હતી. પથ્થર મારો અને તીર કામઠામાંથી તીર મારો કરતાં સરકારી વાહનો મળી લલિતભાઈની ફોર વ્હીલર ગાડીની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ભારે ધિંગાણાના પગલે વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ સંબંધે જેસાવાડા પોલીસ મથકના એ.એસ.આઈ. બલવીરસિંહ વસંતભાઈ દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...