કામગીરી:વલુંડીમાં પોલીસ વાન અકસ્માતમાં કોન્સ્ટેબલ ચાલક સામે ગુનો દાખલ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇકને બચાવવામાં ઓચિંતી બ્રેક મારતાં અકસ્માત સર્જાયો હતો

દાહોદની સબજેલમાંથી હત્યાના 3 આરોપીઓને ફતેપુરા ઓળખ પરેડ માટે લઇ જતી પોલીસ વાનને અકસ્માત સર્જાતા 3 આરોપી સાથે તેમાં સવાર 3 મહિલા કોન્સ્ટેબલ સહિત 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતાં. વલુંડી માં સામેથી પુરપાટ આવેલા બાઇક ચાલકને બચાવવા ગુમાવેલા કાબૂને કારણે દાહોદની સબજેલમાંથી હત્યાના 3 આરોપીને ફતેપુરા ઓળખ પરેડ માટે લઇ જતી પોલીસ વાન 3 ગુંલાટ ખાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં 3 આરોપી સાથે જાપ્તાના કર્મીઓ પણ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ લોકો પોલીસની મદદે દોડી આવ્યા હતાં. પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઇ હતી. તમામ ઘાયલોને સુખસરના દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના મામલે ફતેપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ મહેશભાઇ પ્રતાપભાઇ ડામોરે વાન ચાલક ગરબાડા પોલીસ મથકના કોન્સ્ટેબલ અરવિંદભાઇ ચુનીયાભાઇ બારીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...