કાર્યવાહી:અપહરણ કેસમાં આરોપી તથા ભોગ બનનારને પોલીસે શોધ્યા

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીલોઇનો આરોપી અને તરુણીને બારિયા CPIને સોંપ્યા

દાહોદ જિલ્લામાં અપરહણના ગુન્હામા સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢવા ટીમો બનાવી વ્યુહાત્મક રીતે અસરકારક કોમ્બીગ હાથ ધરવા એસપીએ સુચના કરી હતી. જે અનુસંધાને ધાનપુર સી.પોસઇ બી.એમ.પટેલે નોંધાયેલા અપહરણમા સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા માટે હ્યુમન સોર્સ દ્વારા બાતમી કઢાવી ટીમ વર્ક કરવા સુચના કરી હતી. જરૂરી ખાનગી રાહે માહિતી મેળવી તપાસ હાથ ધરી હતી. ત્યારે સી.પોસઇ બી.એમ. પટેલને ધાનપુર પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણનો મુખ્ય આરોપી ભીલોઇનો પ્રવીણ ડામોર તેમજ ભોગ બનનાર કિશોરીને શોધી કાર્યવાહી કરવા માટે બારિયા સર્કલ પીઆઇને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...