કાર્યવાહી:સેવનિયામાં પોલીસ જોઇ 4.94 લાખનો દારૂ ભરેલી ગાડી મૂકી ફરાર

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ તથા ગાડી મળી ~7,94,388નો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો

સેવનિયાથી રૂા.4,94,388ની ઇંગ્લિશ દારૂ ભરેલી મેક્ષ ગાડી એસ.સી.બી.એ ઝડપી પાડી હતી. વોચમાં ઉભેલી પોલીસને જોઇ દારૂ ભરેલી ગાડી મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. દાહોદ એલસીબી પોસઇ એમ.એફ. ડામોર તથા સ્ટાફ સહિતના ગતરોજ દેવગઢ બારિયાના સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. તે દરમિયાન એલસીબી પી.આઇ બી.ડી.શાહને બાતમી મળી હતી કે, કઠીવાડા તરફથી જીજે-01-એચએન-5430 નંબરની મહિન્દ્રા મેક્ષ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી કોઠાર ગામ થઇ સેવનીયા ગામ તરફ આવનાર છે.

જેની જાણ પેટ્રોલિંગમાં નિકળેલ એલ.સી.બી.ની ટીમને કરી હતી. જેના આધારે પેટ્રોલિંગમાં નિકળેલી એલ.સી.બી.ની ટીમ સેવનીયા ચેક પોસ્ટ પાસે વોચમાં હતી. તે દરમિયાન બાતીમા દર્શાવ્યા મુજબની મેક્ષ ગાડીનો ચાલક વોચમાં ઉભેલી પોલીસને જોઇ ગાડી રોડની સાઇડમાં મુકી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. ગાડીમાં તપાસ કરતકાં ઇંગ્લિશ દારૂની 93 પેટીઓ જેમાં કુલ રૂા.4,94,388ની કુલ 1116 બોટલો મળી આવી હતી. જથ્થો તથા ત્રણ લાખની વાહન મળી કુલ રૂા.7,94,388નો મુદ્દામાલ જપ્ત કરી ગાડી મુકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...