દારૂ ઝડપાયો:​​​​​​​દેવગઢ બારીઆના ફુલપૂરામાં પોલીસે રહેણાંક મકાનમાંથી 2.94 લાખનો દારૂ ઝડપી પાડ્યો, બૂટલેગર ફરાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપ્યો ફરાર બૂટલેગર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ફુલપુરા ગામે એક રહેણાંક મકાનમાંથી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂપિયા 2.94 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસને જોઈ બુટલેગર નાસી છૂટ્યો હતો.

દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ફુલપુરા ગામે નિશાળ ફળિયામાં રહેતાં ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ રતનભાઈ વડેલના ઘરમાં રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસને જોઈ ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. જોકે, પોલીસે તેના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો મળી કુલ રૂપિયા 2,94,180નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે સાગટાળા પોલીસે ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ રતનભાઈ વડેલ વિરૂદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...