દાહોદ જિલ્લામાં ગતરોજ પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએ પતંગ દોરાની દુકાનમાં છાપો માર્યો હતો. કુલ રૂા. 11 હજાર ઉપરાંતની કિંમતના ચાઈનીઝ દોરની નાની મોટી રીલ તથા ફીરકા પકડી પાડી કબજે લઈ ત્રણ દુકાનદારોની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે.
જેસાવાડા પોલીસ એકશનમા આવતા ફફડાટ
જેસાવાડા પોલીસે જેસાવાડા નીચવાસ ફળિયામાં રહેતા રાહુલભાઈ શંકરભાઈ પરમારની જેસાવાડા બજારમાં ચીલાકોટા ચોકડી પાસે આવેલા દુકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં વેચાણ કરવા માટે રાખેલા રૂા. 4400ની કુલ કિંમતની ચાઈનીઝ દોરાની નાની મોટી રીલ તથા ફીરકા નંગ-12 ઝડપી પાડયા હતા.જેસાવાડા મેઈન બજારમાં રહેતા રાજેશકુમાર હરીલાલ સોલંકીની દુકાનમાં ગતસાંજે ઓચિંતો છાપો મારી વેચાણ માટે રાખેલી ચાઈનીઝ દોરીની રૂા. 4340 ની કુલ કિંમતની નાની-મોટી રીલ નંગ-31 મળી બંને જગ્યાએથી રૂા. 8740 ની ચાઈનીઝ દોરીની નાની મોટી રીલ તથા નંગ-43 પકડી પાડી કબજે લઈ નાની મોટી રીલ તથા ફીરકા નંગ-43 પકડી પાડી કબજે લઈ બંને દુકાનદારોની અટકાયત કરી હતી.
ઝાલોદમાં પણ પોલીસે શરુઆત કરી
જ્યારે ઝાલોદ પોલીસે મોડી સાંજે ઝાલોદ બસ સ્ટેશન ચોકડી નજીક બજરંગ મોબાઈલ નામની ઝાલોદ બસ સ્ટેશનની પાછળ રહેતા રમેશભાઈ હીરાભાઈ માળીની દુકાનમાં ઓચિંતો છાપો મારી રૂા. ,3000ની કિંમતની ચાઈનીઝ દોરીના ફીરકા નંગ-10 ઝડપી પાડી કબજે લઈ દુકાન માલીક રમેશભાઈ હીરાભાઈ માળીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.