દારૂ ઝડપાયો:ગરબાડાના ગુલબારમાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી 60 હજારનો દારુ જપ્ત કર્યો, બુટલેગર ફરાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના ગુલબાર ગામે પાટીયા ફળિયામાં રહેતા બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની હાટડી પર પોલીસે રેડ પાડી હતી. રૂપિયા 60 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો
ગરબાડા પોલીસને બાતમી મળી હતી. તે પ્રમાણે ગુલબાર ગામે પાટીયા ફળિયામાં રહેતા બૂટલેગર મુકેશભાઈ પરથીભાઈ મંડોડના રહેણાંક મકાનમાં ધમધમતી વિદેશી દારૂની હાટડી પર સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે ઓચિંતો દરોડો પાડ્યો હતો.
​​​​​​​​​​​​​​બૂટલેગર ઘરે ન મળતાં ધરપકડ ન થઈ
તપાસ દરમિયાન ઘરમાંથી રૂપિયા 60,432 ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો તથા ટીન બીયરની બોટલો મળી બોટલ નંગ-480 પકડી પાડી કબજે લધી હતી. પોલિસની રેડ વખતે બુટલેગર મુકેશભાઈ પરથીભાઈ મંડોડ ઘરે હાજર ન હોવાથી તેને પોલીસ પકડી શકી ન હતી. આ સંબંધે ગરબાડા પોલિસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...