દાહોદ તાલુકાના દેલસર ગામે જાહેરમાં ગંજી પત્તાના જુગારધામ પર પોલીસે ઓચિંતી રેડ કરતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પોલીસે 6 જેટલા જુગારીઓને ઝડપી પાડી તેમની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપિયા 21 હજાર 640 તેમજ 2 મોટરસાઈકલ અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂા. 88 હજાર 640નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દાહોદ તાલુકા પોલીસે મળેલી બાતમીના આધારે દેલસર ગામે ઉકરડી રોડ પર જાહેરમાં રમાતા ગંજી પત્તાના જુગારધામ પર ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમી રહેલા સાદીક હુશેન શેખાવત હુશેન શેખ, ઈર્શાદ મુર્તુઝા મિર્ઝા, ઈમ્તીયાઝ ફકરૂદ્દીન શૈયદ, રહીમ લતીફભાઈ ભિસ્તી, રફીક હુશેન શાદીક હુશેન શેખ અને રસીદઅલી બાબુઅલી સૈયદની અટકાયત કરી હતી.
આ શખ્સોની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપિયા 21 હજાર 640 તેમજ 2 મોટરસાઈકલ અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂા. 88 હજાર 640નો મુદ્દામાલ ઝડપાયો હતો. સાથે જ ઉપરોક્ત 6 જુગારીઓ વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.