દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે બારીયા રોડ પાસે જાહેરમાં રમાતા જુગાર પર પોલીસે સાંજના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસે પીપલોદના ત્રણ જુગારીયાઓને 15,500 રુની રોકડ સાથે ઝડપી પાડયા હતા.
પોલીસે બાતમીને આધારે છાપો માર્યો
દેવગઢ બારીયાના પીપલોદ ગામે બારીયા રોડ કબ્રસ્તાનની સામે રહેતો 29 વર્ષીય રસીદ ફારૂક ઘાંચી, પીપલોદ ગામે બારીયા રોડ ટેલીફોન એક્સચેંજ સામે રહેતો 40 વર્ષીય ઈકબાલભાઈ ગનીભાઈ મન્સુરી તથા પીપલોદ ગામે બારીયા રોડ ટેકરા ઉપર રહેતા 25 વર્ષીય મોસીનભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી પીપલોદ ગામે બારીઆ રોડ પર તળાવની પાળ પાસે પત્તા-પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી દેવગઢ બારીઆ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે દેવગઢ બારીયાના હેડકોન્ટેબલ દશરથસિંહ ભુપતસિંહ તથા સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમે બાતમીવાળી જગ્યાએ ઓચિંતો છાપો માર્યો હતો.
દાવ પરથી તથા અંગઝડતીમાં રોકડ જપ્ત કરી
પોલીસે ત્રણેય જુગારીઆઓને ઝડપી પાડી દાવ પરથી રૂપિયા 5150ની રોકડ તથા પકડાયેલાઓની અંગ ઝડતીમાંથી રૂપિયા 10,350ની રોકડ મળી આવી હતી. પત્તાની કેટ મળી રૂપિયા 15,500!નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા ત્રણ જુગારીયાઓ વિરૂધ્ધ પીપલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.