ગેરકાયદે વેપલો:ધાનપુરના ઉંડાર ગામમાંથી પોલીસે જીવતા કાર્તુસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા આઠ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામેથી એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે એક શખ્સને પરમીટ વગરની અને બિનઅધિકૃત દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. શખ્સ પાસેથી દેશી બનાવટનો તમંચો અને એક જીવતો કાર્તુસ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 8 હજાર 100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે ધાનપુર તાલુકાના ઉંડાર ગામે સરપંચ ફળિયામાં રહેતો સુરેશ ચીમનભાઈ મોહનીયાના ઘરમાં ઓચિંતો છાપો માર્યા હતો અને સુરેશની અટકાયત કરી હતી. તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી વગર પાસ પરમીટે બિનઅધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે, કોઈને વેચવા અથળા તબદીલ કરવા એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂ. 5000 તથા એક બાર બોરનો જીવતો કાર્તુસ કિંમત રૂ. 100 અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 8 હજાર 100ના મુદ્દામાલ સાથે સુરેશને ઝડપી પાડી ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...