તમંચા સાથે ઝડપાયો:ગરબાડાના પાટિયામાંથી પોલીસે દેશી તમંચા સાથે એક વ્યક્તિને ઝડપ્યો, રૂ 8 હજારનો મુદ્દામાલ જપ્ત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામેથી પોલીસે એક ઈસમના ઘરે દરોડો પાડ્યો હતો. અહીંથી દેશી હાથ બનાવટના તમંચા સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી કુલ રૂા. 8000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે ગરબાડા તાલુકાના પાટીયા ગામે રહેતો વિપુલ દલસીંગભાઈ ભુરીયાના રહેણાંક વિસ્તારમાં પોલીસે છાપો માર્યો હતો. જ્યાં વિપુલને પોલીસે ઝડપી પાડી તેની અંગ ઝડતી કરતાં ગેરકાયદેસર પાસ પરમીટ વિનાનો બીન અધિકૃત દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી પોલીસે તંમચો કિંમત રૂા. 5000 તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. 8000નો મુદ્દામાલ કબજે લઈ વિપુલને જેલના સળીયા પાછળ ધકેલી દઈ ગરબાડા પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે હાલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. [15:41, 20/05/2022] Govind Db: OK

અન્ય સમાચારો પણ છે...