જુગારધામ પર દરોડો:ઝાલોદમાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીયાને પોલીસે ઝડપી પાડ્યા, 77 હજારનો મુદ્દામાલ જપ્ત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલ 4 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. રોકડા રૂપીયા, મોરસાઈકલ તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ 77 હજાર 95 રુપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ચારેય જણાને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

ઝાલોદ પોલીસને મળેલી બાતમીના આધારે ઝાલોદ નગરના બાંસવાડા રોડ ખાતે ખુલ્લી જગ્યામાં જુગાર ધામ પર ઓચિંતી રેડ પાડી હતી. પોલીસની રેડ જોઈ જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં. પોલીસે ગંજી પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા રોહિત ગવસીંગભાઈ ભાભોર (રહે. ઝાલોદ, ખાંટવાડા), ઈરફાન અબ્દુલમજીદ ડોકીલા (રહે. ઝાલોદ, મસ્જીદની પાસે), આરીફ ગનીભાઈ ડાયા (રહે. કોળીવાડ, ઝાલોદ) અને આરીફ અયુબભાઈ મતાદાર (રહે. ગીતામંદિર રોડ, ઝાલોદ)ની અટકાયત કરી હતી.

અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા 18 હજાર 450, 4 મોબાઈલ ફોન કિંમત રૂા. 12 હજાર 500, 2 મોટરસાઈકલ કિંમત રૂા. 40 હજાર તેમજ દાવ પરથી રોકડા રૂપીયા 6055 એમ વગેરે મળી પોલીસે કુલ રૂ. 77 હજાર 95નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ચારેય જુગારીઓ વિરૂદ્ધ ઝાલોદ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...