પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી:દાહોદ જિલ્લામાં 3 સ્થળેથી તરુણીઓના અપહરણ, 4 લોકો સામે પોલીસે ગુનો નોંધાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લીમખેડા, સાગટાળા, પીપલોદમાં ગુનો

દાહોદ જિલ્લામાં 3 સ્થળેથી તરૂણીઓના અપહરણ કરાયા હતા. અપહરણમાં છોટાઉદેપુરના ગુડા, કાલીયાવાડ અને રામાના યુવક સહિત 4 લોકો સામે પોલીસે ગુનો નોંધાયો હતો. છોટાઉદેપુરના ગુડાનો ગણેશ નાયક તારીખ 4 મેના રોજ સવારે પાચીયાસાળથી 17 વર્ષ 7 માસની તરુણીને પત્ની તરીકે રાખવા તથા કાલીયાવાડનો મેહુલ અભલા તારીખ 1 મેના રોજ રાત્રીના ચીલાકોટાથી 16 વર્ષ 5 માસની તરૂણીને પત્ની તરીકે રાખવા તથા રામાનો રવિન્દ્ર રમેશ બારીયા તેના મિત્ર સાથે તારીખ 4 મેના રોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં અસાયડી ગામેથી 15 વર્ષ 9 મહિનાની તરૂણીને પોતાની પત્ની તરીકે રાખવા માટે બાઇક પર અપહરણ કરી નાસી ગયો હતો.

આની જાણ થતાં તરૂણીના પરિવારજનોએ શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન પત્ની તરીખે રાખવાના ઇરાદે તરૂણીઓના અપહરણ કર્યા હોવાની જાણ થતાં તરૂણીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં લીમખેડા, સાગટાળા અને પીપલોદ પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...