તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝાલોદ બાયપાસ હાઇવે પર ઉભેલી પીકઅપ સાથે કાર અથડાતા આગ લાગી જતા કારમાં સવાર બે લોકો સ્થળ જ ભડથું થઇ ગયા હતા. દારૂ ભરેલી કાર ફુલસ્પીડમાં ટકરાતા તેમાં ધડાકા સાથે આગ ભભુકી ઉઠતા બે લોકોને નીકળવાનો બહાર મોકો પણ મળ્યો ન હતો. બંને મૃતકોની લાશ આગમાં બળી જતાં તેઓ ઓળખ છતી થઇ ન હતી.
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસ દ્વારા તેમના મોબાઈલના આધારે તપાસ આગળ વધારતા કારમા મોતને ભેંટેલા યુવકોમાં મધ્ય પ્રદેશના ગુવાલીપતરા ગામનો મહેશ કાનજી સંગાડિયા અને ઉત્તર પ્રદેશના સુંદરિયા ગામનો મૂળ વતની અને હાલ સુરત કામરેજ ખાતે રહેતો શ્યામ કિશન હોવાનું સામે આવ્યું હતું.પોલીસે બંને લાશોને કાર માંથી બહાર કાઢીને વધુ તપાસ માટે સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કર્યું હતું.આમ ઝાલોદ પોલીસ વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં જ કારમા સવાર બે મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને જાણ કરી હતી.
સળગેલી કારમાંથી પોલીસને 8732નો દારૂ મળ્યો
ઝાલોદ નગરના બાયપાસ પર જલાઇ માતાના મંદીરની આગળ નહેર પાસે બુધવારે જીપ સાથે અકસ્માત બાદ કારમાં આગ ફાટી નીકળતા બે યુવકો જીવતા બળીને મોતને ભેટ્યા હતાં. પોલીસે તપાસ શરૂ કરી હતી. કાર અંદરથી પણ બળી ગયેલી હતી. તેની પાછળની શીટ તથા પગદંડી અને ડેકીના ભાગે તપાસમાં પોલીસને રોયલ ક્લાસીક વ્હીસ્કીના દેશી મંદીર રાજસ્થાન બનાવટના પાઉચ તથા કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની બોટલો છુટી છવાઇ તેમજ અર્ધ બળેલી મળી આવી હતી. કારને ટોચન કરીને ઝાલોદ પોલીસ મથકે લઇ જઇ તપાસ કરતાં તેમાંથી કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની 180 મીલીની અલવર રાજસ્થાન બનાવટની કાંચની 38 બોટલો, રોયલ ક્લાસીક વ્હીસ્કીના દેશી મદીરાના 100 પાઉચ અજમેર બનાવટના મળ્યા હતાં. કારમાંથી પોલીસને 8732નો દારૂનો જથ્થો મળ્યો હતો.
તારીખ 17 ફેબ્રુઆરીના રોજ બુધવારે વહેલી સવારે એક જીજે 05-8238 નંબરની કારમાં બે વ્યક્તિ રાજસ્થાનથી વિદેશી દારુના ટેટ્રા પેક ભરીને નીકળ્યા હતા પરંતુ ઝાલોદ બાય પાસ રોડ પર સ્ટીઅરીંગગ પરનો કાબુ ગુમાવી દેતાં રસ્તાની બાજુ પર ઉભેલી એક પીકઅપ જીપ સાથે કાર અથડાઇ જતાં તેમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.કારમાં સવાર બંન્ને વ્યક્તિઓએ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ન નીકળી શક્તા બંન્ને કારમાં જ ભડથુ થઇ ગયા હતા. આમ તો આવા રસ્તાઓ પરથી દાહોદ જિલ્લામાં અને તે માર્ગે દારુ ઘુસાડવાની કોઇ વાત નવી નથી ત્યારે આ ઘટનામાં અકસ્માત થતાં ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે.
જેના જવાબ સંબંધીત વિભાગો પાસે સ્પષ્ટ મળી શક્યા નથી અને હાલ પણ મળી શક્તા નથી.તેવા સમયે પોલીસના જણાવ્યા પ્રમાણે મોબાઇલ પરથી મૃતક પૈકી એક વ્યક્તિની ઓળખ થઇ છે .જે મધ્ય પ્રદેશનાઝાબુઆજિલ્લાના મેઘનગર તાલુકાના ગોવાળી ગામના 32 વર્ષિય મહેશ કાનજી સંગાડા હોવાનુ ખુલ્યુ છે.જે સુરત મુકામે 15 દિવસ પહેલા જ મજૂરી કામે ગયો હોવાની માહિતી પણ મળી છે.હવે પ્રશ્ન એ છે કે આ વ્યક્તિ અહીં આવ્યો કેમ અને કેવી રીતે.તેવા સમયેે તેના પરિવારજનો પણ ઝાલોદ આવી ચુક્યા છે અને પોલીસે ગોળી મારી હોવાનો ગભીર આક્ષેપ કરી રહ્યા છે.આ આક્ષેપ સાથે તેઓએ છેલ્લા ચાર કલાકથી મૃતકનુ પોસ્ટમોર્ટમ પણ કરવા દીધુ નથી.પોલીસ કહે છે કે આ આક્ષેપ ખોટા છે ત્યારે હવે પીએમ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી.
ગોળી પોલીસે મારી છે,ભત્રીજાનો આક્ષેપ
મહેશ સંગાડાના ભત્રીજા રાજેશ લલ્લુ સંગાડાએ જણાવ્યુ મારા કાકાને માથામાં અને હાથે ગોળી મારી છે અને પોલીસે મારી છે.દારુ અંદર મુકી ને પણ ગોળી મારી હોઇ શકે.મારા કાકા છે મહેશ સંગાડા અને હું પણ ગોવાળી મધ્ય પ્રદેશના રહેવાસી છું. પોલીસ કલાકોથી સમજાવી રહી છે. ડો.સોહન કટારા સુપ્રિટેન્ડેન્ટેન્ટ સીએચસી ઝાલોદના જણાવ્યા અનુસાર મૃતકનુ પીએમ તેના સંબંધીઓ કરાવવા ના પાડી રહ્યા છે જેમને પોલીસ છેલ્લા બે ત્રણ કલાકોથી સમજાવી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.