ગ્રામ પંચાયતની ચૂંટણીનો મામલો:​​​​​​​ધાનપુરના કાળખૂટમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા બે શખ્સો પર પથ્થરોથી હુમલો કરાતા પોલીસ ફરિયાદ

દાહોદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વચ્ચે છોડાવવા પડનારને પણ છોડ્યો નહી

દાહોદ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે જિલ્લામા ચુંટણીઓની અદાવતે તકરારો પણ શરુ થઈ ગઈ છે.ધાનપુર તાલુકાના કાળાખૂટ ગામે ચૂંટણી પ્રચાર કરવા બાબતે બે વ્યક્તિઓએ બે જણાને છુટા પથ્થરો વડે તેમજ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી ભારે હંગામો મચાવતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

દાહોદ જિલ્લામા 350થી વઘુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે.જેના કાર્યક્રમની તારીખો પણ જાહેર થઈ ગઈ છે.જિલ્લામા ઘણી વખત પંચાયતની ચૂંટણીઓ લોહિયાળ બને છે ત્યારે હાલમા પણ ચૂંટણીઓની અદાવતે ડખા શરુ થઈ ગયા છે.જેમાં ધાનપુર તાલુકાના કાળાખૂટ ગામે નિશાળ ફળિયામાં રહેતા અભેસિંગભાઈ નગજીભાઈ મિનામા અને ચારેલભાઈ વરિયાભાઈ મિનામા બંને જણા હાથમાં પથ્થર લઈ પોતાના ગામમાં રહેતા લક્ષ્મણભાઈ વીરાભાઇ મિનામા પાસે આવ્યા હતા. બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, તું ચૂંટણીનો પ્રચાર કેમ કરે છે, તેમ કહી છૂટા પથ્થરો મારી લક્ષ્મણ ભાઈને મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. તે સમયે કેશીયાભાઈ વચ્ચે છોડાવવા પડતાં તેઓને પણ ઉપરોક્ત બંને જણાએ છૂટા પથ્થર તેમજ ગડદાપાટુનો મારી શરીર હાથે - પગે માથાના ભાગે ઇજા પહોંચાડી હતી.

આ સંબંધી ઇજાગ્રસ્ત લક્ષ્મણભાઈ વીરાભાઇ મિનામાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...