આંદોલન સમેટાયું:સુખસરના યુવાનની હત્યામાં પોલીસની હત્યારાને 7 દિવસમાં પકડવાની ખાતરી

બલૈયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથક સામે જ ધરણા પર ઉતરેલા પરિવારજનોનું આંદોલન સમેટાયું

ફતેપુરા તાલુકાના સુખસરના બે યુવાનોને બલૈયા ખાતે મારામારી કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા એક યુવાનોનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. સાત દિવસ બાદ પણ આરોપીઓ નહીં પકડાતાં પરિવારજનોએ ઉપવાસ આંદોલનનું શાસ્ત્ર ઉગામ્યુ હતું.આખો દિવસ પોલીસ મથક આગળ ધરણા બાદ પોલીસે સાત દિવસમાં આરોપીઓ પકડવાની લેખિત બાંહેધરી આપતાં આંદોલન સમેટાયુ હતું. ફતેપુરા તાલુકાના સુખસરના બે યુવાનો ગત 10 ડિસેમ્બર-2022 ના રોજ ફતેપુરા થી પરત મોટરસાયકલ ઉપર ઘરે આવતા હતા.

તેવા સમયે બાર જેટલા હુમલાખોરોએ હુમલો કરી બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચાડતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.ત્યાર બાદ લાશનું ઝાલોદ સરકારી દવાખાનામાં પી.એમ કરવામાં આવ્યું હતું.અને જે-તે વખતે મૃતક યુવાનના પરિવારજનોએ આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપ્યા બાદ લાશ સ્વીકારવાનું જણાવતા પોલીસે બે દિવસમાં આરોપીઓને ઝડપી પાડવાની બાહેધરી આપી સમજાવી લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી.

ત્યારબાદ સાતેક દિવસનો સમય વીતી જવા છતાં આ હત્યા અને મારામારી માં સંડાવાયેલા આરોપીઓને નહીં ઝડપતા શુક્રવારે મૃતકના પરિવારજનોએ સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં ધરણા ઉપર બેસી ગયા હતા.મોડે સુધી ધરણા સમેટી લેવા પોલીસે સમજાવટ કરવા છતાં ધારણા ચાલુ હતા.જ્યારે રાત્રિના ફતેપુરા પી.એસ.આઇ દ્વારા પાંચ થી સાત દિવસમાં આરોપીઓને ઝડપી પાડવા લેખિત બાહેંધરી જ્યારે ઝાલોદ ડી.વાય.એસ.પી દ્વારા મૌખિક બાંહેધરી આપી હતી. જેથી ધરણા ઉપર બેઠેલા મૃતકના પરિવારજનોએ ધારણા સમેટી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...