તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલ બગડયો:ઝાલોદના દાતગઢમા જુગાર રમતા 9 જુગારીયાને પોલીસે છાપો મારી ઝડપી લીધા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે કુલ રૂ.35 હજાર 900નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામે જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમતાં 9 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા 30 હજાપ 400 તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.35 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દાંતગઢ ગામે ધુવેડીયા ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ધર્મેશ મનસુખભાઈ ગારી, હર્ષદ વીરાભાઈ ચૌહાણ, રમેશ દલાભાઈ કલારા, પંકજ ઉર્ફે ભયલું પ્રવિણભાઈ માળી (ગેલોત), ફારૂક યુસુફભાઈ ઉંદરા, વિકાસ નરેન્દ્રભાઈ જૈન, ઈકબાલ હમીદભાઈ શેખ, રવિ કૈલાશભાઈ પરમાર અને મનુ સવલાભાઈ બારીયા જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં.

પોલીસે તમામ જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યાં હતાં અને તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા 30 હજાર 400ની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન નંગ.4 કિંમત રૂ 5500 મળી કુલ રૂ.૩35 હજાર 900નો મુદ્દામાલ કબજે કરી ચાકલીયા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...