ખેડુતોનુ સન્માન:દાહોદ જિલ્લામાં ગામ દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવું આયોજન

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રાકૃતિક ખેતી માટેની બેઠકનું આયોજન કરી ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
પ્રાકૃતિક ખેતી માટેની બેઠકનું આયોજન કરી ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
  • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું આયોજિત બેઠકમાં સન્માન કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન મુજબ દાહોદ જિલ્લામાં ગામ દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને ડીડીઓ નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં ખેતીવાડી, બાગાયત, પશુપાલન, કેવીકે અને આત્મા યોજના હેઠળ ફરજ બજાવતા અધિકારીઓને કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

તેમજ આગામી સમયમાં ગામ દીઠ 75 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના માટે કરવાની થતી કામગીરી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને વેચાણ વ્યવસ્થા, સારા ભાવ મળી રહે તે માટે ખાસ પ્રયત્નો કરવા, તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહન અને રાસાયાણીક ખેતી કરતા ખેડુતો કરતા વધુ ભાવ મળે તે હેતુથી વેચાણ વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરાયું હતું.

બેઠકમાં ઉપસ્થિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોનુ સન્માન કરવામા આવ્યું હતું. તેમજ હવેથી મહિનાના પ્રથમ શનિવારે પ્રાકૃતિક ખેતીની બેઠક યોજી કામગીરીમાં વેગ આપવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પણ ઉપસ્થિત રાખવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...