ધાનપુર પોલીસને મળેલી બાતમીના આધારે ધાનપુર તાલુકાના ખજુરી ગામે સરપંચ ફળિયામાં રહેતા 60 વર્ષીય વૃધ્ધના ઘરમાં ઓચિંતો છાપો માર્યો હતો.આ તપાસમાં ગેરકાયદેસર રીતે સંતાડીને મૂકેલ દેશી હાથ બનાવટનો તમંચો તથા બાર બોરના બે જીવતા કારતુસ મળી રૂા. 5200નો મુદ્દામાલ સાથે વૃધ્ધની ધરપકડ કરવામા આવી છે.
બાતમીના આધારે પોલીસે રેડ પાડી
ગરબાડા તાલુકાના છરછોડા ગામના મૂળ રહેવાશી અને હાલ ધાનપુર તાલુકાના ખજુરી ગામે સરપંચ ફળિયામાં 60 વર્ષીય મેહજીભાઈ કાળીયાભાઈ ખરાડ રહે છે.તેમના મકાનમાં દેશી હાથ બનાવટનો તમંચો ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલો હોવાની બાતમી ધાનપુર પોલીસને મળી હતી.
પોલીસને બાતમી પ્રમાણે સફળતા મળી
જે બાતમીના આધારે ધાનપુર પોલીસે ગતરોજ રાતના સવા દસ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલા ખજુરી ગામના સરપંચ ફળિયામાં રહેતા 60 વર્ષીય મેહજીભાઈ કાળીયાભાઈ ખરાડના ઘરમાં દરોડો પાડ્યો હતો.તેના મકાનની અંદરના ખંડમાં મુકેલા પીપડાની અંદર ગેરકાયદે રીતે સંતાડીને મૂકી રાખેલ રૂા. 5000ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો તથા રૂા. 200ની કિંમતના બારબોરના જીવતા કારતુસ-૨ મળી રૂા. 5200 રુનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ઘરધણી 60 વર્ષીય મેહજીભાઈ કાળીયાભાઈ ખરાડની ધરપકડી કરી તમંચો કોની પાસેથી અને શા માટે લાવ્યા બાબતની ઘનિષ્ઠ પુછપરછ હાથધરી તેની વિરૂધ્ધ પોલિસેક આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.