દાહોદ પાસે ઇન્દૌર-અમદાવાદ હાઈવે રોડ ઉપર કાર અને પીકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ઇન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે. ત્યારે ગઈકાલે મંગળવારે રાત્રીના સમયે ફરી એકવાર આ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. દાહોદ ખાતે ઇન્દૌર-અમદાવાદ હાઈવે ઉપર ઇન્દૌરથી દાહોદ આવતી કાર અને પીકઅપ ગાડી ધડાકાભેર સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર વડોદરાના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે પીકઅપ ગાડીમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં મોતને ભેટનારા વ્યક્તિની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રેની બનેલી આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.