તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:​​​​​​​દાહોદ પાસે જાલતમા અજાણ્યા વાહનની અડફેટે અજાણી વ્યકિતનુ મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક અકસ્માત કરી વાહન સાથે ફરાર થઇ ગયો

દાહોદ તાલુકાના જાલત ગામે એક અજાણ્યા વાહનના ચાલકે પ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક અજાણ્યા પુરૂષને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો.ઈજાને કારણે તેનું મોત નિપજયાનું જાણવા મળે છે.

દાહોદ પાસે જાલત ગામે નદીના પુલિયા જતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતો હતો.વઆ દરમિયાન આશરે 36 વર્ષીય અજાણ્યા વ્યક્તિને આ વાહનના ચાલકે અડફેટમાં લેતા વ્યક્તિ જમીન પર ફંગોળાઈ પટકાયો હતો. તેને શરીર તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો.

આ સંબંધે જાલત ગામે નવાઝૂપડા ફળિયા ખાતે રાકેશભાઈ હડીયાભાઈ બિલવાલે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...