કોરોનાવાઈરસ:ઝાલોદમાં માસ્ક વગરના લોકોને 12 હજારનો દંડ

દાહોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદમાં મંગળવારે મામલતદાર અને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.કોરોનામાં ચેપ ના વકરે તે માટે તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું.સલામતીના ભાગરૂપે માસ્ક વિના ફરતા લોકો પર તવાઈ બોલાવી હતી. જેમાં માસ્ક વગરના લોકોને ઝડપી સ્થળ પર જ સંખ્યાબંધ લોકો પાસેથી 12 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.મામલતદારની આ કાર્યવાહીથી નગરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.તેમજ અટકાયત સુધીના પણ પગલાં લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...