કોરોનાવાઈરસ:દેવગઢ બારિયામાં સસ્તા ભાવે ગુટખાના પાઉચ મળતાં લોકોએ કતારો લગાવી

દાહોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાના વેપારીઓ ખરીદી કરવા માટે ઉમટ્યા
  • હોલસેલરે અન્યો કરતાં ઓછો ભાવ રાખ્યો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં મંગળવારે તમાકુ સહિતની વસ્તુઓનો હોલસેલ વેપાર કરતાં નિયત ભાવે વસ્તુઓ વેચવા કાઢી હતી. આ બાબતની જાણ થતાં નાના વેપારી સહિતના લોકોએ તેની દુકાનો આગળ કતાર લગાવતાં સોશિયલ ડિસ્ટેન્સીંગના તો ધજાગરા થયા હતા સાથે અફરા-તફરી મચી ગઇ હતી. કતારમાં તમાકુની પ્રોડક્ટ નિયત ભાવે ખરીદનારા લોકોએ જણાવ્યુ હતું કે, ગામમાં અન્ય વેપારીઓ તેમની પાસે માલ ન હોવાનું જણાવે છે. આ સાથે કેટલાંક તો વધારે પડતાં ભાવની વાત કરે છે.
ઘટના આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની
છેલ્લા ત્રણ દિવસથી અહીં નિયત ભાવે તમાકુના પાઉચ મળતાં હોવાથી લોકો ભેગા થયા છે. તમાકુની પ્રોડક્ટ ખરીદવા માટે લાંબી લાઇન લાગતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. એક તબ્બકે ટ્રાફિક જામના દ્રષ્યો પણ સર્જાતાં પોલીસ દોડી આવી હતી. તમામ લોકોને સોશિયલ ડિસ્ટેન્સમાં ઉભા રાખવાની સલાહ આપવા સાથે અંતે દુકાન બંધ કરાવી દેવાની ફરજ પડી હતી. તમાકુ ખરીદનારા લોકોમાં 18 વર્ષથી નીચેના કિશોર પણ કતારમાં ઉભેલા જોવા મળ્યા હતાં. આ ઘટના આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. 

અન્ય સમાચારો પણ છે...