તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઓનલાઈન વેબસાઈટ ના ખુલતાં આ વર્ષે લોકો આવાસના લાભથી વંચિત: સરપંચો

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજેલી તા.માં વિકાસના કામો ઝડપી થાય તે માટે TDOની બેઠક
  • TDOની બેઠકમાં પ્રથમ વખત મહિલા સરપંચો હાજર રહ્યાં

સંજેલી તાલુકા પંચાયતના સંજેલી તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીની તાલુકા પંચાયતમાં સરપંચો સાથે સ્વચ્છતા અભિયાન મનરેગા અંતર્ગત શૌચાલયો નાણાપંચ વિકાસના ચર્ચા કરાઇ હતી. બેઠકમાં પ્રથમ વખત મહિલા સરપંચો ઉપસ્થિત રહ્યાં.

સોમવારના રોજ તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણાની અધ્યક્ષતામાં સરપંચો સાથે એક બેઠક યોજાઈ હતી. તાલુકામાં છપ્પન ગામમાં એક લાખની વસતી છે. જેમાં 18 ગ્રામ પંચાયતો આવેલી છે. સરપંચ તરીકે ચૂંટાય છે તેનું કામ કલ્યાણકારી યોજનાઓ ઘરેઘરે સુધી સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી હોવાનું સરપંચોને જણાવ્યુ હતું. અરજદારને ન્યાય મળે તેનો ઝડપથી નિકાલ થાય તે બાબતે યોગ્ય તપાસ કરાશે. અને જો અરજદારની ખોટી રજૂઆત હશે તો તેની સામે પણ એકશન લેવાશે.

ટીડીઓ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કરેલી કામગીરીના ઉદાહરણો આપ્યાં હતાં. સંજેલીમાં બિલાડીની ટોપની જેમ અરજદારો ફૂટી નીકળતા સરપંચો દ્વારા આરટીઆઈ અને ખોટી રજૂઆતોને તેમજ ગ્રામ્યમાં બનાવેલા નાના શૌચાલયથી ગ્રામીણો ઉપયોગ કરતા નથી તેમજ ચાલુ વર્ષે તા.માં ઓનલાઈન વેબસાઈટ જ ન ખુલતાં લાભાર્થીઓ આવાસોના લાભોથી વંચિત રહેવાની શક્યતા ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...