કાળીગામમાં ખેતરમાં મકાઇનો પાક જોઇને ચાલતા પરત ઘરે જતાં વ્યક્તિને બાઇક ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત કરી બાઇક મુકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.કાળીના ચંદુભાઇ મુનિયા શુક્રવારે સવારે ખેતરમાં મકાઇનો પાક જોઇને ચાલતા પરત ઘરે આવતાં હતા.
તે દરમિયાન કાળીગામ ગામતળમાં જીજે-20-એએલ-0780 નંબરની બાઇકના અજાણ્ચા ચાલકે પુરઝડપે હંકારી લાવી રોડ ઉપર ચાલતા જતાં ચંદુભાઇને અડફેટમાં લઇને અકસ્માત કરી પોતાનુ વાહન મુકીને નાસી ગયો હતો. અકસ્માતમાં ચંદુભાઇને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં નજીકના દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા, પરંતુ ગંભીર ઇજાઓ થવાના કારણે ચંદુભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. અકસ્માત સંદર્ભે મૃતકના ભાઇ રમેશભાઇ મુનિયા અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.