આયોજન:દાહોદ શહેરમાં ‘પેડલ ટુ કાલી ડેમ’ સાયકલ રેલી

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ શહેરમાં સાયકલ રેલી યોજાઇ જેમાં સાઇકલ સવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. - Divya Bhaskar
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ શહેરમાં સાયકલ રેલી યોજાઇ જેમાં સાઇકલ સવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
  • આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આયોજન
  • 80થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો

દાહોદ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વહેલી પરોઢે સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો. પાલિકા પ્રમુખ પંચાલે આ સાયકલ રેલીમાં ભાગ પણ લીધો હતો.

આ સાયકલ રેલી નગરનાં વિવિધ વિસ્તારોમાં થઇને જિલ્લા સેવા સદનના રસ્તે કાલી ડેમ પહોંચી હતી. બાદ વિશ્રામગૃહ દાહોદ ખાતે તેનું સમાપન કર્યું હતું. 80થી વધુ સાયકલ સવારોએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને આઝાદીના ઇતિહાસથી નવી પેઢીને અવગત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...