ભાસ્કર વિશેષ:કોચ ઓછા કરાતાં મેમૂ ટ્રેનમાં મુસાફરોને મુશ્કેલી

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાતની દાહોદ-રતલામ મેમૂ ને દાહોદ- ઉજ્જૈન મેમૂમાં ચલાવે તો રાહત મળશે

દાહોદ રેલવે ખંડ માટે મહત્વની ગણાતી પ્રમુખ ટ્રેન દાહોદ-રતલામ-ઉજ્જૈન મેમૂમાં કોચ ઓછા કરી દેવાતા રેલવે મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ સામે રેલવે આંખ આડા કાન કરી રહ્યું છે. ચાર કોચ ઓછા કરી દેવામાં આવતા મુસાફરોને ટ્રેનમાં બેસવા તો ઠીક પણ ઉભા રહેવાની જગ્યા પણ મુશ્કેલીથી મળી રહી છે.

દાહોદથી રતલામ ચાલતી 12 ડબ્બાવાળી રાતની મેમૂના રેકને રેલવે સવારે નવા રેકની જગ્યાએ ચલાવે તો મુસાફરોને રાહત થાય તેમ છે. દાહોદ-રતલામ રેલવે ખંડની એક માત્ર બહુઉપયોગી સામાન્ય મુસાફરો માટેની દાહોદ-રતલામ-ઉજ્જન મેમૂ પ્રત્યે રેલવે વિભાગ લાંબા સમયથી ઉદાસિન જોવાઇ રહ્યું છે.

દાહોદ રેલવે ખંડથી મુસાફરી કરનારા વેપારી, અપડાઉનર, વિદ્યાર્થી અને મજુરો સાથે સામાન્ય મુસાફરો માટે આ મેમૂ ટ્રેન ખુબ જ ઉપયોગી છે. દાહોદથી મહાકાલ દર્શન માટે જતાં સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે દ્વારા મહત્વપૂર્ણ ટ્રેનના ચાર કોચ ઓછા કરી મુસાફરોની મુશ્કેલીમાં વધારો કરી દેવાયો છે.

દાહોદથી રતલામ સુધીની મુસાફરી ખીચોખીચ ભરેલા ડબ્બામાં ઉભે-ઉભે જ કરવી પડી રહી છે. આ ટ્રેનના રેક વડોદરાથી દાહોદ અને દાહોદથી રતલામ-ઉજ્જન માટે ચલાવવામાં આવે છે. જેથી સાંજની મેમૂમાં કોચ ઓછા પડતાં દાહોદથી જ જગ્યા ફુલ થઇ જતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...