કાર્યવાહી:ધાડ, લૂંટ દારૂ અને ચોરીમાં ફરાર 4ને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપ્યા

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મ. પ્ર.ના મછેલાઇ, રોટલા, સામલાકુંડા અન ધાનપુરના નવાનગરના ઝડપાયા

દાહોદ જિલ્લામાં પેરોલ ફર્લો સ્કોર્ડના પો.ઇન્સ. ડી.ડી.પઢીયારની સુચનાથી પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પેરોલ જમ્પ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં નીકળ્યા હતા. તે દરમિયાન ડી.ડી. પઢીયારને મળેલ માહિતી આધારે લીમખેડા પોલીસ મથકમાં દાખલ ધાડના ગુનામાં 11 વર્ષથી નાસતા ફરતા આરોપી મધ્યપ્રદેશના મછેલાઇના ધના ચેનસિંગ પણદાનો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાનગઠ ગામે રહી કોલસાની ખાણમા મજુરી કામ કરતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી.

ડી.ડી. પઢીયારની સુચનામાં સ્કોર્ડની ટીમે આરોપીને થાંનગઠ ગામેથી ઝડપી પાડ્યો હતો. મધ્યપ્રદેશના રોટલાના રામસિંગ લીમજી ડામોરને સ્કોર્ડ તથા કાલીદેવી પોલીસની ટીમે બાતમી આધારે કાલીદેવી ગામથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે લીમખેડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે મોરબી જીલ્લાના ટોર ગામે મજુરી કામે ગયેલા ધાનપુર પોલીસમાં દારૂના ગુનામાં નાસતા ફરતાં સામલાકુંડના અજીત રમજુ મિનામાને ટોર ગામેથી પકડાયો હતો. તેમજ ધાનપુર પોલીસમાં ઘાતક હથિયારો સાથે હુલ્લડ મચાવી ધાડના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતાં ધાનપુરના નવાગરના અગન મગન ડામોર ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં ટીમે વોચ ગોઠવી આરોપીને ઘરેથી ઝડપી પાડી ધાનપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...