રાવ:‘તું ગમતી નથી’ કહી ત્રાસ આપતાં સાસરિયાં વિરુદ્ધ પરિણીતાની ફરિયાદ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદની યુવતીનું વડોદરાના યુવક સાથે લગ્ન થયું હતું

દાહોદની ગોદીરોડ ખાતે હિના ઉર્ફે આલીયાના લગ્ન છ વર્ષ પૂર્વે વડોદરાના છાણી જકાતનાકા એકતા નગર સોસાયટીના ઇમરાન મુસ્તાક અહેમદ અબ્બાસી સાથે થયા હતા. લગ્ન જીવનમાં સંતાનમાં 4 વર્ષની અને 1 વર્ષની એમ બે છોકરીઓ છે. શરૂના 6 મહિના સારી રીતે રાખ્યા બાદ પતિ ઇમરાન અબ્બાસી, જેઠ અસફાકભાઇ અબ્બાસી, અફસારરભાઇ અબ્બાસી તથા જેઠાણી સાયરાબેન અબ્બાસી તુ મને ગમતી નથી મારે તને રાખવી નથી બીજા પુરૂષ સાથેના આડા સંબંધનો વ્હેમ રાખી હેરાન કરી ત્રાસ આપતા હતા.

તેમજ તારા કરતા પણ સારી છોકરીઓ લઇ આવીશુ તુ તારા બાપના ઘરે જતી રહે તેમ કહી હિનાને માતા-પિતા સાથે પણ વાત કરવા દેતા ન હતા અને જેઠ જેઠાણીની ચઢામણીમાં આવી પતિ ઝઘડો તકરાર કરી પત્ની સાથે મારઝુડ કરતો હતો. પાંચ મહિના અગાઉ પણ જેઠ જેઠાણીની ચઢામણીમાં આવી ઇમરાને તુ તારા બાપના ઘરે જતી રે નહીતો ગળુ દબાવીને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી હિનાએ પિતાને આની જાણ કરતાં પિયર લઇ આવ્યા હતા. બાદ બન્ને પક્ષોએ ભેગા થઇ છોકરીનો સંસાર બગડે નહી માટે લખાણ કરી પતિ સાથે સાસરીમાં મોકલી હતી. પરંતુ થોડો સમય સારુ રાખ્યા બાદ ફરીથી મારઝુડ કરી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકી હતી. જેથી હિનાએ પતિ, જેઠ, જેઠાણી વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...