અકસ્માત:ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળ ટવેરા અથડાતા પરિણીતાનું મોત, 3 ઘાયલ

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝાલોદના દેવજીની સરસ્વાણી ગામે બનેલી ઘટના
  • આગળ જતી ટ્રકે બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો

દેવજીની સરસ્વાણીમાં આગળ ચાલતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી ટવેરાનું અકસ્માત થતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક સહિત ત્રણ ઘાયલ થયા હતા. મુવાડા રાયણના અજયભાઇ બદિયાભાઇ વસૈયા તથા 21 વર્ષિય પત્ની અજન્તાબેન અને વિજયભાઇ વસૈયા એમ ત્રણે જણા ટાવેરામાં ડ્રાઇ‌વર પંકજ તથા મનિષાબેન નિનામા તથા પાયલબેન નિનામા, અરવિંદભાઇ નિનામા સાથે અમદાવાદ મજુરીએ જવા સવારે નિકળ્યા હતા.

તે દરમિયાન દેવજીની સરસ્વાણી ગામે આગળ જતી ટ્રકના ચાલકે બ્રેક મારતાં પાછળથી ટાવેરા ભટકાઇ હતી. અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ટ્રક મુકી નાસી ગયો હતો. જેમાં અંદર બેઠેલા લોકોને ઇજાઓ થતાં 108 દ્વારા દાહોદ લઇ જવાયા હતા. જ્યાં અજન્તાબેનને ગંભીર ઇજાઓ થતાં સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ઇજાગ્રસ્તને શરીરે ઓછીવત્તી ઇજાઓ થતાં સારવાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...