તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગોને નવી દિશા:દાહોદમાં દિવ્યાંગ વ્યક્તિઓ ચલાવી રહ્યાં છે પેપર ડિશ મેકીંગ યુનિટ, રોજનું કરાય છે 2000 ડિશોનું ઉત્પાદન

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લાઇંડ વેલફેર સંસ્થાએ મેન્ટલી ચેલેન્જડ સહિત દિવ્યાંગ વ્યક્તિઓને વ્યવસાયિક તાલીમ આપી

સામાન્ય રીતે આપણા મનમાં એવો ખ્યાલ હોય છે કે મેન્ટલી ચેલેન્જડ વ્યક્તિ આર્થિક ઉપરાંત બીજી ઘણી બાબતોમાં સંપૂર્ણ રીતે બીજા પર આધારિત હોય છે, પરંતુ દાહોદની બ્લાઇંડ વેલફેર સંસ્થાએ મેન્ટલી ચેલેન્જડ સહિત પજ્ઞાચક્ષુ કે અન્ય રીતે દિવ્યાંગ વ્યક્તિઓને વ્યવસાયિક તાલીમ આપી સ્વનિર્ભર બનાવ્યા છે અને તેઓને વ્યવસાયિક કૌશલ્ય દ્વારા ઉત્પાદક પ્રવૃતિઓમાં જોડયા છે. સંસ્થાએ ઘણા ભારે સંધર્ષરત દિવ્યાંગોના જીવનને નવી દિશા આપી છે.

કાચો માલ લાવવાથી લઇને વેચાણ સુધીના તમામ કામ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે
​​​​​​​દાહોદ નગરમાં આવેલી બ્લાઇંડ વેલફેર સંસ્થા ખાતે વિવિધ રીતે દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા જ પેપર ડીશ મેકીંગ યુનિટ ચલાવવામાં આવે છે. અહીં કામ કરતાં 10 જેટલાં મેન્ટલી ચેલેન્જડ વ્યક્તિઓ, પજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા રોજની 2000 જેટલી ડિશોનું રોજ ઉત્પાદન કરવામાં આવે છે અને દિવસના હજાર રૂપીયાથી વધુનો નફો કરવામાં આવે છે. તેઓ સીધા ગ્રાહકોને જ આ ડિશનું વેચાણ કરે છે. જેનું સરસ ગુણવત્તા અને વાજબી ભાવને કારણે તેની સારી માંગ રહે છે. કાચો માલ લાવવાથી લઇને વેચાણ સુધીના તમામ કામ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા જાતે જ કરવામાં આવે છે.

સંસ્થાની મદદથી દિવ્યાંગ વ્યક્તિઓ પગભર બન્યાં
આ પેપર ડીશ મેકીંગ યુનિટમાં કામ કરતાં દિવ્યાંગ વ્યક્તિઓએ જીવનમાં ભારે સંઘર્ષ કર્યો છે અને સંસ્થાની મદદથી આજે તેઓ પગભર બન્યાં છે. છેલ્લા પંદર વર્ષથી અહીં કામ કરતો મેન્ટલી ચેલેન્જડ હાતિમ સાકિરભાઇ અનાથ અવસ્થામાં ભટકતું જીવન જીવી રહ્યો હતો ત્યારે આ સંસ્થા દ્વારા તેને અહીં લાવવામાં આવ્યો અને રોજિંદા જીવનનાં સામાન્ય કામકાજ શીખવામાં આવ્યું. ઉપરાંત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. હાતિમ અહીં પેપર ડીશ મેકીંગની શરૂઆતથી લઇને પેકિંગ સુધીની તમામ કામગીરી ધીરે ધીરે શીખી લીધી અને અહીં રહીને જ કામ કરી રહ્યો છે. દિવ્યાંગો માટેની રાજય કક્ષાની ઓલમ્પિક્સમાં તેણે ટેબલ ટેનિશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ તેણે ભાગ લીધો છે.

આ યુનિટ ખાતે કામ કરતો રાજુ મગનભાઇ પણ છેલ્લા પંદરેક વર્ષથી અહીં કામ કરી રહ્યો છે. તે પણ મેન્ટલી ચેલેન્જડ છે. આ ઉપરાંત અસ્થિવિષયક ખામી અને લો-વિઝન ધરાવે છે. રાજુને પણ રોજિંદી પ્રવૃતિઓ કરવી પણ મૂશ્કેલ હતી. સંસ્થામાં જ તે દૈનિક પ્રવૃતિ સરળતાથી કરતો થયો અને અત્યારે આ ડીશ મેકિગ યુનિટમાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યો છે. ​​​​​​​ડીશ મેકિગ યુનિટમાં કામ કરતો હોજેફા લીમખેડાવાલા મેન્ટલી ચેલેન્જડ હોવા ઉપરાંત રેટીનીસ પિગમેન્ટોસાની ગંભીર બિમારી ધરાવે છે. જેમાં ધીરે ધીરે વ્યક્તિની આખોનું વિઝન નબળું થતું જાય છે. હોજેફા અહીં જોડાયો ત્યારે તેની દષ્ટી ક્ષમતા 50 ટકા હતી. જે હવે 10 ટકાથી પણ ઓછી થઇ ગઇ છે. હોજેફા અહીં ડીશ પ્રેસિગનું કામ કરે છે.

દિવ્યાંગોને ડેટા એન્ટ્રી, સ્ક્રીન પ્રિન્ટીંગ તથા ઓફસેટ પ્રિન્ટીંગ, સુથારીકામ, ફાઇલ મેકીંગ સહિતનાં કામો શીખવામાં આવે છે
​​​​​​​સંસ્થાના સંચાલક યુસુફી કાપડીયા જણાવે છે કે, મેન્ટલી ચેલેન્જડ વ્યક્તિ સ્લો લર્નર હોય છે. તેમને તાલીમ આપવામાં આવે તો ધીરે ધીરે તેઓ વ્યવસાયિક કૌશલ્ય પણ હાંસલ કરી લે છે. અમારી સંસ્થા દ્વારા દિવ્યાંગોને ડેટા એન્ટ્રી, સ્ક્રીન પ્રિન્ટીંગ તથા ઓફસેટ પ્રિન્ટીંગ, સુથારીકામ, ફાઇલ મેકીંગ સહિતનાં કામો શીખવામાં આવે છે. અહીંના પેપર મેકિગ યુનિટ ખાતે અત્યાર સુધીમાં 20 દિવ્યાંગોએ તાલીમ લીધી છે. જેમાં પાંચ જણાએ પોતાના યુનિટ પણ ચાલુ કર્યા છે. જેમાં એક પજ્ઞાચક્ષુ અને એક મેન્ટલી ચેલેન્જડ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...