તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:દાહોદમાં ગરબાડા ચોકડી પાસે હાઇવે પર પીપીઇ કિટ,ગ્લોવ્ઝ અને માસ્ક ફેંકી દેવાતા ગભરાટ ફેલાયો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ સ્મશાન સેવા સમિતિના કાર્યકરોએ જોખમી સામગ્રી સળગાવીને નાશ કર્યો
  • થોડા સમય પહેલાં પડાવમાં નદી કિનારે પણ આવી જ ઘટના બની હતી

દાહોદ શહેર અને જિલ્લામાં કોરોના વકરેલો છે. તેવા સમયે જ શહેર નજીક ગરબાડા ચોકડી પર આજે કોઇ પીપીઇ કિટ, ગ્લોવ્ઝ તેમજ માસ્ક ફેંકી જતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં હિન્દુ સ્મશાન સેવાકાર્ય સમિતિના કાર્યકરોએ તેનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.

બેદરકારી રાખવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉભી થઇ

દાહોદ જિલ્લામાં કોરોના આંક દૈનિક સરેરાશ 100 નો ચાલી રહ્યો છે. નાગરિકો કોરોનાથી ડરી રહ્યાં છે. ત્યારે હવે તો ગામડાઓમાં પણ કોરોનાએ માઝા મુકી છે. ત્યારે કોરોનાની સારવાર દરમિયાન તેમજ કોરોના બાદ ઘણી વખત બેદરકારી રાખવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉભી થઇ રહી છે. સામા્ન્ય નાગરિકો કોરોનાના દવાખાના સુધી પણ જતાં ગભરાય છે. ત્યારે કેટલીક વાર કોરોનાની સારવારમાં વપરાયેલી પીપીઇ કિટ, હેન્ડ ગ્લોવ્ઝ તેમજ વપરાયેલા માસ્ક ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. ત્યારે જે તે વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાય છે.

રહેણાંક વિસ્તારોમાં આ મામલે ગભરાટ ફેલાયો

દાહોદમાં થોડા સમય પહેલાં પડાવ વિસ્તારમાં દુધીમતિ નદીના કિનારે પીપીઇ કિટ, હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક ફેંકી દેવાયા હતા. સ્થાાનિકોમાં હોબાળો થતાં કોઇએ તેને સળગાવી દીધા હતા. ત્યારે આજે પણ દાહોદમાં જ ગરબાડા ચોકડી પાસે પીપીઇ કિટ, હેન્ડ ગ્લોવ્ઝ તેમજ ઉપયોગ કરેલા માસ્ક ફેંકી દેવામાં આવ્યા હતા. જેથી આસપાસના વેપારીઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં આ મામલે ગભરાટ ફેલાયો હતો. છેવટે હિન્દુ સ્મશાન સેવા કાર્ય સમિતિના સદસ્યો કે જે સ્મશાનમાં કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર કરી રહ્યાં છે. તેઓએ આવીને આ જોખમી સામગ્રી એકઠી કરીને સળગાવી દઇને તેનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...