ભરડો કસાયો:પંચમહાલ - દાહોદમાં સતત 8થી 17 વર્ષના બાળકો-કિશોરોને સંક્રમણનો સિલસિલો યથાવત,એક દિવસમાં 73 લોકો સંક્રમિત

દાહોદ,ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેક્સિન લેનાર-ના લેનાર સંક્રમણનો ભોગ બન્યા
  • ગોધરા : 29 ,હાલોલ : 10 ,કાલોલ : 3 ,લુણાવાડા : 3 ,બાલાસિનોર 5 ,સંતરામપુર 1 , દાહોદ શહેર 21 , ઝાલોદ ગ્રામ્ય 1
  • પંચમહાલ : સાત માસ બાદ 42 કેસ નોંધાયા, 2 દર્દી સાજા થયા, એક જ દર્દી હોસ્પિટલમાં
  • દાહોદ : નવા પોઝિટિવ આવેલા 22 પૈકી 19 એ વેક્સિનના બંને ડોઝ લીધા હતાં, 8 અને 13 વર્ષના બાળક સપડાયા

પંચમહાલ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાતા જિલ્લામાંથી કોરોના કેસ મળી અાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોરોના 144 કેસ નોધાયા છે. જે ઝડપીથી કેસો મળી રહ્યા છે. જેને લઇને સાવચેતી નહિ રાખવામાં અાવે તો કેસોની સંખ્યામાં અોચિંતો ઉછાળો અાવી શકે તેમ છે. જિલ્લામાં રવિવારે કોરોના 42 પોઝિટિવ કેસ નોધાતાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. અાશરે 7 માસ બાદ જિલ્લામાં 42 કેસ નોંધાયા છે. રવિવારે ગોધરા શહેરમાંથી 27, ગોધરા ગ્રામ્યમાંથી 2, હાલોલ શહેરમાંથી 8 અને હાલોલ ગ્રામ્યમાંથી 2 તથા કાલોલમાંથી 3 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે.

જિલ્લામાં અત્યાર સુધી કોરોના કુલ 9765 કેસ થયા છે. રવિવારે ગોધરામાંથી 15 વર્ષનો કિશોર, 17 વર્ષીય કીશોરી તથા અેક ડોકટર કોરોના પોઝિટિવ થયા છે. ત્યારે હાલોલમાં 14 વર્ષીય બાળકનો રીપોર્ટ કોરોના પોઝિટિવ અાવ્યો છે. રવિવારે કોરોના 3 દર્દીઅો સાજા થતાં જિલ્લામાં કોરોના સક્રીય 144 કેસ સારવા રહેઠળ છે. કોરોના 144 કેસમાંથી 143 કેસ હોમ અાઇસોલેશનમાં અને અેક કેસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

મહીસાગર : રવિવારે કોરોનાના 9 કેસ નોંધાયા
બાલાસિનોર. મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેને લઈ જિલ્લામાં ત્રીજી લહેરમા રવિવારે કોરોના 9 કેસ મળી અાવ્યા છે. જેમા લુણાવાડામાં 3, બાલાસિનોરમાં 5 તથા સંતરામપુરમાં 1 કેસ નોંધાયા છે. બાલાસિનોર મા એક સાથે 5 કોરોના પોઝેટીવ કેસ નોધતાં તંત્ર દોડતું થયું છે. મહિયાગર જિલ્લામાં કોરોનાનું ચેપ વકરતાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના 73 કેસ હોમ અાઇસોલેશનમાં છે. જિલ્લામાં 875 કોરોના ટેસ્ટમાં 9 કેસ પોઝીટીવ મળી અાવ્યા છે. જિલ્લામાં કોરોના અત્યાર સુધી કુલ 7591 કેસ થવા પામ્યા છે.

દાહોદ જિલ્લામાં રવીવારે પણ 22 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું. જેમાં 21 કેસ દાહોદ શહેર અને ઝાલોદ ગ્રામ્યનો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા 2024 લોકોના આરટીપીસીઆર અને 324 લોકોના રેપીડ ટેસ્ટ કરાયા હતાં. તેમાંથી આ 22 લોકો પોઝિટિવ જાહેર થયા હતાં. પોઝિટિવ આવેલા લોકોમાં સંક્રમિતના સંપર્કમાં આવેલા 8 અને 13 વર્ષના બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

19 સંક્રમિત એવા હતાં જેમણે વેક્સિનનો ડબલ ડોઝ લીધેલો હતો જ્યારે એક વ્યક્તિએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હોવાનું જાણવા મળ્યુ હતું. પોઝિટિવ આવેલા લોકોમાં લગ્ન માણનારા મહત્તમનો સમાવેશ થાય છે. એક શિક્ષક તેમજ વિવિધ પ્રકારની દુકાન ધરાવતાં વેપારીઓ છે.ઉત્તરાખંડથી આવેલી એક વ્યક્તિ પણ પોઝિટિવ આવી હતી. જિલ્લામાં એક વ્યક્તિ સાજી થતાં તેને રજા અપાઇ હતી. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 94 ઉપર પહોંચી ગઇ છે.

આજથી બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ થશે
​​​​​​​
દાહોદ જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી.ત્યારે 10 જાન્યુઆરીથી દાહોદ જિલ્લામાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તેમજ સિનિયર સિટીઝનો કોરોના વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...