તંત્રની બેદરકારી:દાહોદના ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન પ્રત્યે પાલિકા બેદરકાર

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાખોના ખર્ચે બનેલ ઉદ્યાન બાળ અવસ્થામાં દુર્ગમ બનતા રોષ

દાહોદ પાલિકાના શાસકનો દ્વારા અંદાજીત બે વર્ષ પૂર્વે વિસ્તારના રહિશો માટે લાખોના ખર્ચે બાળ ક્રિડાંગણના સાધનો સાથે ઉદ્યાન બનાવ્યું હતું. આ ઉદ્યાનને શાસકો દ્વારા ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન તરીકે નામકરણ પણ કરાયું હતું. ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનની તાજેતરમાં વર્તમાન પરિસ્થિતિ છડેચોક દુર્દશા જોવા મળી રહી છે. પાલિકાના સત્તાધિશોની આળસુ નિતિ પ્રજાની સુખાકારી પ્રત્યે દુર્લક્ષતા સેવાઇ રહી હોવાનું જણાઇ રહ્યું છે.

ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનમાં વયોવૃધ્ધ એવા સિનિયર સિટિઝન નાગરિકો સવાર સાંજ પોતાના જીવનનો નિવૃત્ત સમય અનુકુળ પર્યાવરણમાં વિતાવી શકે તથા બાળક્રિડાંગણના સાધનો વિસ્તારના બાળકો પોતાની રમત વૃત્તિ માણી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પાલિકાના સત્તાધિશો દ્વારા ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન પ્રત્યે બેદરકારી દાખવી શહેરની પ્રજાની સુખાકારી તથા સરકારી નાણાંનો વેડફાટ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

સત્તાધિશો ગોધરા રોડ સ્થિત ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનની પ્રત્યક્ષ મુલાકાત લે તો ઉદ્યાનની દુર્દશા જોઇ ક્ષણભરમાં જ પોતાના પદ ઉપરથી રાજીનામુ ધરી દેવાની ઇચ્છા પ્રગટે અથવા તો પદ ઉપરના કર્તવ્ય મુજબ તાત્કાલિક અસરથી કાર્યરત કરી વયોવૃધ્ધ નાગરિકો તથા બાળકોના ચહેરા ઉપર સ્મિત ફેલાય તેવુ કાર્ય કરે.

શાકમાર્કેટ બનાવવા રજૂઆત કરી હતી
અંદાજીત બે વર્ષ પૂર્વે દાહોદ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગોધરા રોડ ઉપર ઉદ્યાન બનાવવામાં આવ્યું છે. આ ઉદ્યાનનું આજદિન સુધી ઉદઘાટન પણ કરવામાં આવ્યું નથી. આ સ્થળ ઉપર ગરીબ લોકોને રોજગારી મળી શકે એવુ શાકમાર્કેટ પણ બનાવી શકાયું હોત તો સેંકડો પરિવારોને રોજગારી મળતી તેમજ નગરપાલિકાને પણ આવક થઇ શકી હોત. આ બાબતે તત્કાલિન જિલ્લા કલેક્ટરને 17-10-2020ના રોજ લેખિતમાં જાણ કરી ગરીબ પ્રજાને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવુ જણાવામાં આવ્યું હતું. >મનોજ રાજપાલ, આપ

અન્ય સમાચારો પણ છે...