કડાણા તાલુકામાં 22 દિવસ પહેલા સગીરાનું અપહરણ કરતા આરોપીના ક્રાઇમ ખુલાસાથી પોલીસ ચોકી ઉઠી હતી. કડાણામાં સગીરાને લગ્નની લાલચે અપહરણના ગુન્હાને અંજામ આપતો આરોપી પરેશભાઈ લાલાભાઇ ભોઈ પોલીસ કાર્યવાહી અને કાનુની દાવપેચથી માહિતગાર હતો. અગાઉ પણ આવા ગુન્હા સાબિત ન થતા નિર્દોશ છૂટ્યો હતો. આ ગુન્હાને અંજામ આપવા સૌ પ્રથમ સગીરાનું જ્યાં સગપણ નક્કી થયું હતું. લગ્નની તૈયારી ઓ ચાલતી તે સમયે ડમી સીમકાર્ડ લાવી ગાંધીનગર થી સાહેબ બોલું છું સગીરવાયની છોકરીના લગ્ન કરવા ગુનો છે.
સગીરાને લગ્નની લાલચે અપહરણના ગુન્હાને અંજામ આપતો
જો છોકરીના લગ્ન કરાવશો તો બધાને જેલમાં પુરી દઈશું તેવું કહી ધમકાવ્યા હતા. જેથી સગીરાના લગ્ન અટકી ગયા હતા. ત્યાર બાદ વડોદરા જેલમાં સજા ભોગવનાર આરોપી મિત્ર પ્રવીણ ડામોરને પેરોલ ઉપર છોડાવવા કાર્યવાહી શરૂ કરી અને જેમાં સફળતા મળતા સગીરાના અપહરણ માટે કાવતરું રચ્યું જેમા તા.20 ફેબ્રુઆરીના રોજ પેરોલ ઉપર છુટેલ આરોપી પ્રવીણભાઈ ડામોરને કડાણા બોલાવી અડધી રાત્રે સગીરાનું અપહરણ કરી અમદાવાદ ખાતે મોકલી આપી હતી. અને પોતે પણ છોકરીની શોધખોળમાં લાગી ગયો હતો. બે ત્રણ દિવસ બાદ પોલીસની આંખમાં ધુળ નાખી અમદાવાદ પહોંચ્યો હતો.
સગીરાના અપહરણ માટે કાવતરું રચ્યું
આ ગુન્હામાં અન્ય આરોપી મિત્ર મેહુલ ભરતભાઈ ભોઈ વાંકાનેડાંની મદદથી સંતરામપુર કારગીલ પેટ્રોલ પંપની સામે આવેલ મોબાઈલની દુકાનમાંથી સીમકાર્ડ લઈ આવ્યા હતા. અને આ સીમકાર્ડ થી અપહરણની રાત્રે સગીરાના ઘરે પ્રવીણ ડામોર દ્રારા કોલ કર્યો હતો. જેથી પરેશ ભોઈ શંકાના દાયરામાં ન આવે સગીરાને અમદાવાદ ખાતે રહેતા અન્ય મિત્ર જયેશભાઈ પરસોત્તમભાઈ બારોટ ના ઘરે લઈ ગયા હતા. જયારે પોલીસ પૂછપરછ બાદ મુખ્ય આરોપી પરેશ ભોઈ ત્રણ દિવસ બાદ અમદાવાદ પહોંચ્યો જ્યાં સગીરાને લગ્નની લાલચ આપી ગોંધી રાખી હતી.
પોલીસ પૂર્વ આયોજિત ક્રાઇમ સ્ટોરી સાંભળી ચોકી ઉઠી
જ્યારે પોલીસને પહેલાથી જ પરેશ ભોઈ ઉપર શંકા હોય વારંવાર પરેશ ભોઈની પુછતાછ કરવા છતાં ગુન્હો કબૂલ્યો ન હતો.જયારે પોલીસ દ્રારા વધુ તપાસ કરતા પકડવાની બીકે પરેશભાઈની માતા પ્રેમીલાબેન ભોઇ દ્વારા અમદાવાદ પહોંચી સગીરાને અમદાવાદ ખાતેથી ઉઠાવી પોતાના મામાના ઘરે વિસનગર મૂકી દીધી હતી. પોલીસ જયારે આ પૂર્વ આયોજિત ગુન્હાના માસ્ટર માઈન્ડના મુખે ગુન્હો કરતા પહેલા ગુન્હાની પૂર્વ આયોજિત ક્રાઇમ સ્ટોરી સાંભળી ચોકી ઉઠી હતી. પોલીસે 6ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.