તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દાહોદમાં સ્માર્ટ સિટીના પ્રોજેક્ટોની ચકાસણી માટે હુકમ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટ સિટી અંતર્ગત હાલમાં રૂ. 559.89 કરોડના વિવિધ પ્રોજેક્ટો અમલીકરણ હેઠળ છે

દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી યોજના અંતર્ગત વિવિધ પ્રોજેક્ટો પરની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. જેમાં ભુગર્ભ ગટર લાઇન અને પમ્પીંગ સ્ટેશન, પાણીની લાઇન, વોટર મીટર અને પાણીની ટાંકી, સ્ટોર્મ વોટર પાઇપલાઇન સહિતના આઠેક પ્રોજેકટોની કામગીરીની પ્રગતિ, કામની ચકાસણી કરવા માટે અધિકારીઓને કલેક્ટર દ્વારા તપાસણીનો હુકમ કરાયો છે. તપાસણી અધિકારીઓએ પ્રોજેક્ટના ટેકનીકલ પાસા સહિતની તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ નિયત સમયમર્યાદામાં અહેવાલ આપવાનો છે. તપાસણી અધિકારીઓએ પ્રોજેક્ટ ચકાસણીની કામગીરી શરૂ કરી દીધી છે.

દાહોદ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ દ્વારા વિવિધ આઠેક પ્રોજેકટો જેમની કામગીરીની ચકાસણી કરવાની છે તેમાં ‘ભુગર્ભ ગટર લાઇન અને પમ્પીંગ સ્ટેશન’, ‘પાણીની લાઇન, વોટર મીટર અને પાણીની ટાંકી’, ‘ સ્ટોર્મ વોટર પાઇપલાઇન ’, ‘છાબ તળાવ ડેવલોપમેન્ટ’, ‘આઇસીસીસી બિલ્ડીંગ’, ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ’, ‘સોલીડ વેસ્ટ કલેક્શન’, ‘આઇટી પ્રોજેક્ટ’ ની ચકાસણી કાર્યપાલક ઇજનેર, ચીફ ઓફીસર, આઇસીટી ઓફીસર જેવા તકનીકી બાબતોના જાણકાર અધિકારીઓ દ્વારા કરાશે. દાહોદ શહેરમાં હાલમાં સ્માર્ટસીટી અંતર્ગત રૂ. 559.89 કરોડના વિવિધ પ્રોજેક્ટો અમલીકરણ હેઠળ છે.

જેમાંથી આઠ પ્રોજેક્ટમાં કામગીરીની ગુણવત્તા, પ્રગતિ વગેરે બાબતે ચકાસણી કરવા હુકમ કરતા અધિકારીઓએ ચકાસણીની કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...